ચંડીગઢઃ લોકસભા ચૂંટણી 2019 માટે રાજકીય પક્ષો તરફથી એક પછી એક ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. જેમાં ઘણા મોટા અને દિગ્ગજ માથા કપાઈ પણ ગયા છે. આ જ ક્રમમાં કોંગ્રેસે ચંડીગઢથી પૂર્વ કેન્દ્રીય મંત્રી પવન કુમાર બંસલને ઉમેદવાર બનાવવાનો નિર્ણય લીધો છે. બંસલને ટિકિટ મળતાં પૂર્વ ધારાસભ્ય અને સિદ્ધુનાં પત્ની નવજોત કૌર નિરાશ થઈ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે પાર્ટી તરફથી ઉમેદવારની જાહેરાત કરાય એ પહેલા જ સભાઓ શરૂ કરી દીધી હતી. નવજોત કૌર સિદ્ધુ પંજાબ સરકારમાં મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુના પત્ની છે. તેમણે બુધવારે પીટીઆઈને જણાવ્યું કે, "મને આનંદ થતો જો તેઓએ મહિલાનું સન્માન કરતા જે પોતાનાં વ્યક્તિગત કાર્યોને દેખાડવાનો પ્રયાસ કરીરહી છે."


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...


નવજોત કૌરે જણાવ્યું કે, "તેમણે રાજકારણ પ્રત્યે સમર્પિત થવા માટે પોતાનો સ્ત્રી રોગ વિશેષજ્ઞનો વ્યવસાય પણ છોડી દીધો છે." ઉલ્લેખનીય છે કે, નવજોત કૌરે કોંગ્રેસનો ગઢ મનાતી પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારીની ચંડીગઢ લોકસભા સીટ પરથી ચૂંટણી લડવા માટે દાવેદારી રજૂ કરી હતી. આ બેઠક પર 2014માં ભાજપના ઉમેદવાર કિરણ ખેર વિજયી બન્યા હતા. બંસલ 2014ની ચૂંટણીમાં 70,000 વોટથી હારી ગયા હતા. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....