લોકસભા ચૂંટણી LIVE: સાંજે 7 વાગ્યા સુધી 61.14% મતદાન, પ્રણવ મુખરજીએ કર્યું મતદાન
લોકસભા ચૂંટણી 2019ના છઠ્ઠા તબક્કામાં 59 બેઠક પર મતદાન શરૂ થયું છે. આ તબક્કામાં કુલ 10.17 કરોડ મતદારો 979 ઉમેદવારોનું ભાગ્ય નક્કી કરશે. ચૂંટણી પંચ દ્વારા 1.3 લાખ મતદાન મથક ઊભા કરાયા છે
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019ના છઠ્ઠા તબક્કામાં 59 બેઠક પર મતદાન શરૂ થયું છે. આ તબક્કામાં કુલ 10.17 કરોડ મતદારો 979 ઉમેદવારોનું ભાગ્ય નક્કી કરશે. ચૂંટણી પંચ દ્વારા 1.3 લાખ મતદાન મથક ઊભા કરાયા છે. છઠ્ઠા તબક્કામાં ઉત્તરપ્રદેશની 14, હરિયાણાની 10, બિહાર અને મધ્યપ્રદેશની 8-8, દિલ્હીની 7 અને ઝારખંડની 4 લોકસભા બેઠક પર મતદાન શરૂ થયું છે. આજે, આ મતદાન બાદ કેન્દ્રીય મંત્રી રાધામોહન સિંહ, હર્ષવર્ધન અને મેનકા ગાંધી ઉપરાંત સપા પ્રમુખ અખિલેશ યાદવ અને કોંગ્રેસ નેતાઓ દિગ્વિજયસિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયાનાં ભાગ્ય EVMમાં કેદ થશે.
લોકસભા ચૂંટણીનો આ તબક્કો ભાજપ માટે આકરી પરીક્ષા છે, કારણ કે 2014ની ચૂંટણીમાં ભાજપે તેમાંથી 45 બેઠક જીતી હતી. તૃણમુલ કોંગ્રેસે 8, કોંગ્રેસ-2 અને સમાજવાદી પાર્ટી-લોજપાનો 1-1 બેઠક પર વિજય થયો હતો. ભાજપે 2014ની ચૂંટણીમાં આ તબક્કામાં ઉત્તરપ્રદેશની 14માંથી 13 સીટ કબ્જે કરી હતી. એકમાત્ર અપવાદ આઝમગઢ જ્યાં સપાના સંસ્થાપક મુલાયમ સિંહ જીત્યા હતા.
4.00 PM : સાંજે 4 વાગ્યા સુધી સરેરાશ 50.74 ટકા મતદાન. પશ્ચિમ બંગાળમાં હિંસક ઘટનાઓ વચ્ચે સૌથી વધુ 70.51 ટકા મતદાન નોંધાયું.
6ઠ્ઠા તબક્કાનું મતદાન, 12 મે, 2019 | ||||
રાજ્ય | 10.00 AM | 12.00 PM | 2.00 PM | 4.00 PM |
બિહાર | 09.03 % | 20.70% | 35.22% | 44.40% |
હરિયાણા | 8.79 % | 23.26% | 39.16% | 51.80% |
મધ્ય પ્રદેશ | 12.54 % | 28.25% | 42.27% | 52.62% |
ઉત્તર પ્રદેશ | 09.37 % | 21.75% | 34.30% | 43.26% |
પશ્ચિમ બંગાળ | 16.99 % | 38.26% | 55.77% | 70.51% |
ઝારખંડ | 15.36 % | 31.27% | 47.16% | 58.08% |
દિલ્હી | 07.91 % | 19.55% | 33.65% | 45.22% |
સરેરાશ | 10.80 % | 25.13% | 39.74% | 50.74% |
3.30 PM : ચૂંટણી પંચ દ્વારા ખાનગી સુરક્ષા ગાર્ડ સાથે મતદાન મથકમાં પ્રવેશવા બદલ ચૂંટણી પંચ દ્વારા પશ્ચિમ બંગાળના ઘાટલના ભાજપના ઉમેદવાર ભારતી ઘોષ સામે FIR દાખલ કરવા પોલીસને આદેશ. ઉલ્લેખનીય છે કે, ભારતીય ઘોષ દ્વારા મતદાન મથકમાં પ્રવેશવાનો પ્રયાસ કરાયા બાદ સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો હતો. જેને પગલે TMC અને BJPના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. સ્થાનિક લોકોએ ભારતીય ઘોષની કાર ઉપર પથ્થરમારો પણ કર્યો હતો.
3.00 PM : 7 રાજ્યોની 59 બેઠક પર છઠ્ઠા તબક્કામાં અત્યાર સુધી 46.85% મતદાન. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 63.42% અને દિલ્હીમાં સૌથી ઓછું 37.20% મતદાન. આ ઉપરાંત, બિહાર - 44.16%, હરિયાણા - 47.76%, મધ્યપ્રદેશ 48.97%, ઉત્તર પ્રદેશ 41.36%, ઝારખંડ - 54.09% મતદાન નોંધાયું.