નવી દિલ્હી: આ વખતે 70માં ગણતંત્ર દિવસે મહિલા સશક્તિકરણની ખુબજ મજબૂત તસવીર જોવા મળશે. 26 જાન્યુઆરીએ રાજપથ પર યોજાનાર પરેડમાં પહેલી વખત કોઇ મહિલા પૂરૂષ સૈન્ય ટુકડીનું નેતૃત્વ કરતી જોવા મળશે. આર્મી સર્વિસ કોર્પ્સમાં લેફ્ટિનેન્ટ ભાવના કસ્તૂરી દેશને આ ગૌરવપૂર્ણ ક્ષણ આપશે. આ પહેલા લેફ્ટિનેન્ટ ભાવના કસ્તૂરીએ સેના દિવસે કરેલી પરેડમાં પણ મહિલા સશક્તિકરણની ઉદાહરણ આપ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: CBIના વચગાળાના ચીફ સામે અરજી દાખલ, CJI બાદ જસ્ટિસ સીકરીએ પણ પોતાને કર્યા અલગ


ઇન્ડિયન આર્મી સર્વિસ કોર્પ્સ (ASC)ની ટુકડીમાં 144 પુરૂષ જવાન સામેલ થશે. આ ઐતિહાસિક ક્ષણનો ભાગ બનાવા જઇ રહી છે. લેફ્ટિનેન્ટ કસ્તૂરીએ અમારી સહયોગી ચેનલ Wionના પત્રકાર સિદ્ધાંત સિબ્બલ સાથે કરેલી વાતચીતના થોડાક અંશ:


પુરૂષ ટુકડીનું નેતૃત્વ કરવા માટે તમને કેવો અનુભવ થઇ રહ્યો છે?
- આ મારા માટે ખુશી અને સન્માનની વાત છે. સાથે જ અમારા માટે આ ગૌરવની પણ વાત છે. આ આર્મી સર્વિસ કોર્પમાં ઐતિહાસિક પલ પ હશે કે અમારી ટુકડી ગણતંત્ર દિવસે સમારોહનો ભાગ બનશે. આ માત્ર મારા માટે નહીં પરંતુ અમારા બે જુનિયર કામીશંડ ઓફિસર્સ (જેસીઓ) અને 144 જવાનો માટે સૌભાગ્યની વાત છે. આ અમારા માચે ઔકિહાસિક હશે. તેનાથી અમે હમેશા માટે ઇતિહાસની પુસ્તકો ભાગ બની જઇશું.


વધુમાં વાંચો: પ્રિયંકા ગાંધીના રાજકારણમાં આવવા પર PM મોદીએ BJP ‘પરિવાર’ વિશે શું કહ્યું?


સેનામાં મહિલા તરીકે તમારો અનુભવ કેવો છે?
- મારુ માનવું છે કે ભારતીય સેનામાં લિંગ અસમાનતા નામની કોઇ પણ વાત નથી. સેનામાં એક ઓફિસર હમેશા ઓફિસર જ રહે છે. જવાબદારી અને સેવાના અધિકાર પણ સમાન જ રહેતા હોય છે. અમે સેનાની ક્ષમતાની તસવીરનું કોઇ મોટુ પ્લેટફોર્મ પર પ્રદર્શિત કરવાની મોટી તક મળી છે.


પ્રધાનમંત્રીને સુપ્રીમ કોર્ટ જવું અને CJIને મળવું કઇ ખોટું નથી: જસ્ટિસ લોકુર


દેશની મહિલાઓને તમે શું સંદેશ આપવા ઇચ્છો છો?
- મારુ માનવું છે કે હું અત્યારે પણ ખાસ કરીને છોકરીઓ માટે રોલ મોડલ છું. હું બધાને એ કહેવા ઇચ્છુ છું કે પોતાના સ્વપ્ન જીવવાનો પ્રયાસ કરતા રહો. વચ્ચે ક્યારે હાર ના સ્વિકારો.


વધુમાં વાંચો: 10 ટકા અનામત અંતર્ગત સવર્ણોને રેલેવની ઓફર, 2 વર્ષમાં મળશે 23 હજાર JOBS


હાઉ ઇઝ ધ જોશ?
- જોશ ઇઝ હાઇ


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...