મુંબઈઃ લોકમાન્ય તિલક ટર્મિનસ-જયનગર અંત્યોદય એક્સપ્રેસ (11061) ના 10 કોચ રવિવારે બપોરે મહારાષ્ટ્રના નાસિકની પાસે લાહવિત અને દેવલાલી વચ્ચે ડાઉન લાઇન પર પાટા પરથી ખળી પડ્યા હતા. ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે ઘટના બપોરે 3.10 કલાકની છે. અત્યાર સુધી કોઈ દુર્ઘટનાની સૂચના નથી. આ ટ્રેન મુંબઈથી બિહાર જઈ રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્થળ પર રાહત ટ્રેન અને મેડિકલ વેન પહોંચી
મધ્ય રેલવેના સીપીઆરઓએ કહ્યુ કે દુર્ઘટના બાદ સ્થળ પર રાહત ટ્રેન અને મેડિકલ વેન પહોંચી ગઈ છે. રાહત દળે સ્થળ પર સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું છે. જલદી સ્થિતિ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવશે. 


ગોવામાં મુખ્યમંત્રીએ વિભાગોની ફાળવણી કરી, જાણો કોને મળી કઈ જવાબદારી  


ઘણી ટ્રેનો રદ્દ, અનેકનો રૂટ ડાયવર્ડ
દુર્ઘટના વિશે પૂછવા પર સીપીઆરઓએ જણાવ્યું કે, રેલવેએ ટ્રેન પાટા પરથી ઉતરવાને કારણે આ રૂટ પર ઘણી ટ્રેનો રદ્દ/ડાયવર્ડ કરી દીધી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube