Anupriya Apna Dal S: ઉત્તર પ્રદેશની કૈસરગંજ સીટની જેમ જ પૂર્વાંચલની રોબર્ટસગંજ લોકસભા સીટ પર પણ સસ્પેન્સ યથાવત છે. અપના દળ એસ એ સસરાને બદલે પુત્રવધૂને ટિકિટ આપી છે. ત્યારે સુત્રો જણાવી રહ્યા છે કે પુત્રવધૂએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. મતલબ કે વાર્તા હજી પૂરી નથી થઈ. કૈસરગંજ સીટ પર વિવાદમાં આવ્યા બાદ ભાજપે બ્રિજભૂષણ સિંહની ટિકિટ રદ્દ કરી દીધી હતી. ટિકિટ કાપીને નાના દીકરાને આપી હતી. રોબર્ટસગંજ લોકસભા સીટ પર પણ સ્થિતિ એવી જ રહી છે. આ બેઠક પરથી પકોડી લાલ કોલની ટિકિટ કાપીને તેમની વહુ રિંકી કોલને આપવામાં આવી હતી. પરિવારમાં મૂંઝવણને જોતા રિંકી કોલે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Shani Nakshatra Gochar: 30 વર્ષ બાદ આ રાશિમાં ગોચર કરી તાંડવ મચાવશે શનિદેવ, તહેસ-નહેસની તૈયારી રાખે 5 રાશિવાળા
Gold-Silver: ફરી એકવાર સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, જાણી લો અમદાવાદ- વડોદરાનો ભાવ


પકૌડી કોલ તેમના નાના પુત્ર જગપ્રકાશ કોલને રોબર્ટસગંજ લોકસભા સીટ પરથી ચૂંટણી લડાવવા માંગતા હતા. જગપ્રકાશ કોલ પ્રચાર કરી રહ્યા હતા. એવું માનવામાં આવતું હતું કે જગપ્રકાશ કોલ ચૂંટણી લડશે, પરંતુ છેલ્લી ક્ષણે, અપના દળ એસના પ્રમુખ અનુપ્રિયા પટેલે અલગ નિર્ણય લીધો. અપના દલ એસ એ જગપ્રકાશને બદલે રિંકી કોલને મેદાનમાં ઉતાર્યા. આ નિર્ણય પછી બધા આશ્ચર્યમાં છે અને પકૌડી કોલ પણ આશ્ચર્યચકિત છે. સૂત્રોનું માનીએ તો રિંકી કોલ પણ ચૂંટણી લડવા માટે તૈયાર નથી.


145% વધ્યું આ 7-સીટર કારનું વેચાણ, કિંમત પણ પરવડે એવી, ફીચર્સ છોતરા કાઢી નાખી એવા
SRH vs LSG: આજની IPL મેચ પર સંકટના વાદળો, રદ થઇ તો શું થશે? કોને ફાયદો કોને નુકસાન


છાનબે બેઠક પરથી દાવેદારી 
છાનબેના ધારાસભ્ય રાહુલ પ્રકાશ કોલના આકસ્મિક નિધન બાદ મે 2023માં પેટાચૂંટણી યોજાઈ હતી. જગપ્રકાશ કોલે તેમના ભાઈના રાજકીય વારસાને સંભાળવા માટે લોકોમાં જવાનું શરૂ કર્યું હતું, પરંતુ રાજકીય પરિસ્થિતિને સમજીને અપના દળ એસએ રિંકી કોલને ઉમેદવાર બનાવ્યા છે. તે સમયે પણ પરિવારમાં સમસ્યા સર્જાઈ હતી, પરંતુ પછીથી બધું સારું થઈ ગયું. લોકસભાની ચૂંટણીમાં જગપ્રકાશ કોલ સાથે ખેલ થઈ ગયો છે. તેઓ સતત જનતાની વચ્ચે હતા. દરમિયાન, ભાભી રિંકી કોલને ટિકિટ મળી છે. જેના કારણે મામલો પેચિદો બની ગયો છે.


Amit Shah Video: પ્યોર ગુજરાતી સ્ટાઇલમાં યુવકે બૂમ પાડી, ઓય અમિત કાકા...અને પછી...
Bihar Hill Station: શિમલા-મનાલી અને આબુ સાપુતારા ખૂબ ફર્યા, પણ બિહારના હિલ સ્ટેશન જોયા વિના વગર નકામું છે જીવન


પકોડી લાલ કોલ અને રિંકી કોલ બંને ગુમ
ટિકિટ બાબતે ધારાસભ્ય નવભારત ટાઈમ્સે રિંકી કોલ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમની સાથે વાત થઈ શકી ન હતી. તેમના પ્રતિનિધિએ જણાવ્યું કે ધારાસભ્ય મહત્વના કામમાં વ્યસ્ત છે. ટિકિટ મુદ્દે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. પકોડી કોલે મીડિયાથી પણ અંતર રાખ્યું છે. જોવાનું એ રહે છે કે અંતે શું સ્થિતિ સર્જાશે? આ બેઠકને લઈને ચૂંટણી મેદાનમાં વિવિધ પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે.


ગંભીર સાઇડ ઇફેક્ટ બાદ મોટો ફેંસલો, AstraZeneca એ પરત મંગાવ્યો કોવિશિલ્ડનો જથ્થો
આંધી-તૂફાન ઔર બારીશ: વાવાઝોડાએ તારાજી સર્જી, 7 લોકોના મોત, હજુ 4 દિવસ ભારે