Night Curfew: દેશના વધુ એક રાજ્યમાં કોરોના કર્ફ્યૂ, રાત્રે 8થી સવારે 7 સુધી બધુ બંધ
ઉત્તર પ્રદેશમાં 2 હજારથી વધુ એક્ટિવ કેસવાળા તમામ 10 જિલ્લામાં રાત્રે 8 કલાકથી સવારે 7 કલાક સુધી કોરોના કર્ફ્યૂ લાગુ રહેશે.
લખનઉઃ ઉત્તર પ્રદેશમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરી છે. સીએમ યોગીએ કહ્યુ કે, રાજધાની લખનઉ સહિત પ્રયાગરાજ, વારાણસી, કાનપુર નગર, ગૌતમબુદ્ધ નગર, ગાઝિયાબાદ, મેરઠ, ગોરખપુર સહિત 2 હજારથી વધુ એક્ટિવ કેસવાળા તમામ 10 જિલ્લામાં રાત્રે 8 કલાકથી સવારે 7 કલાક સુધી કોરોના કર્ફ્યૂ લાગૂ રહેશે.
પ્રવાસી મજૂરોને લઈને દિશાનિર્દેશ જારી
આ વચ્ચે પ્રદેશના અધિક મુખ્ય સચિવ (સ્વાસ્થ્ય) એ પ્રવાસી મજૂરોના પરત ફરવા પર તેને ક્વોરેન્ટીન કરવાને લઈને દિશાનિર્દેશ જારી કર્યા છે. લક્ષણવાળા વ્યક્તિ જે સંક્રમિત નથી તેને 14 દિવસ અને લક્ષણો વગરના લોકોને 7 દિવસ હોમ ક્વોરેન્ટાઈનમાં મોકલવામાં આવસે. સીએમ યોગી આદિત્યનાથના નિર્દેશ બાદ જિલ્લા અધિકારીઓને આ સૂચના આપી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ વોર્ડ બોયે કોરોના દર્દીનો ઓક્સિજન સપોર્ટ કાઢી નાખ્યો, દર્દી મોતને ભેટ્યો, CCTVમાં ઘટના કેદ
તમામ જિલ્લામાં પ્રવાસી મજૂરોની આરટી-પીસીઆર તપાસની સાથે સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે વિશેષ રણનીતિ હેઠળ યુદ્ધ સ્તર પર કામ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પ્રદેશના દરેક જિલ્લામાં ક્વોરેન્ટાઈન સેન્ટરની સાથે સ્વાસ્થ્ય વિભાગની ટીમ આ મજૂરોનો ટેસ્ટ કરશે. જેનો રિપોર્ટ પોઝિટિવ આવશે તે મજૂરોના ભોજન, દવાઓ અને ક્વોરેન્ટાઈન કરવાની વ્યવસ્થા સરકાર કરશે. આ સાથે 14 દિવસ આઈસોલેશનમાં રાખ્યા બાદ આ મજૂરોને નિગમની બસો તેના ઘર સુધી પહોંચાડશે.
કોરોનાથી સંક્રમિત થયા છે યોગી
મહત્વનું છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોનાથી સંક્રમિત થયા છે. યોગીએ ખુદ બુધવારે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યુ હતુ કે શરૂઆતી લક્ષણો જોવા મળ્યા બાદ મેં ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું સેલ્ફ આઇસોલેશનમાં છું અને ડોક્ટરોની સૂચનાનું પાલન કરી રહ્યો છું. હવે તમામ કાર્યો વર્ચ્યુઅલી કરીશ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube