Lucknow: લખનઉની કૈસરબાગ કોર્ટ પરિસરમાં ગોળીબાર, ગેંગસ્ટર સંજીવ મહેશ્વરી જીવાની હત્યા
Sanjeev Maheshwari Jeeva Murder: લખનઉના કૈસરબાગ કોર્ટની અંદર ગેંગસ્ટર સંજીવ મહેશ્વરી જીવાની ગોળી મારી હત્યા કરી દીધી છે. હુમલો કરનાર વકીલના ડ્રેસમાં આવ્યા હતા.
લખનઉઃ લખઉના કૈસરબાગમાં મોસ્કો કોર્ટના ગેટ પર વકીલના ડ્રેસમાં આવેલા યુવકે કુખ્યાત આરોપી સંજીવ માહેશ્વરી ઉર્ફે જીવાની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. એક બાળકી અને એક સિપાહી પણ ઈજાગ્રસ્ત થયા છે. સંજીવ માહેશ્વરી જીવાને પોલીસે એકે-47 અને 1300 કારતૂસોની સાથે શામલીમાં ઝડપી લીધો હતો. તે પશ્ચિમી યુપીમાં અતીક અહમદ જેવું નામ ધરાવતો હતો. સંજીવ જીવા પર બ્રહ્મદત્ત દ્વિવેદીની હત્યાનો આરોપ હતો, જેણે માયાવતીનો ગેસ્ટ હાઉસ કાંડમાં જીવ બચાવ્યો હતો.
ભાજપના ધારાસભ્ય કૃષ્ણાંદ રાયની હત્યામાં દિલ્હીની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે મુખ્તાર અંસારી, અફઝલ અંસારી અનેજીવા સહિત સાત આરોપીઓને છોડી દીધા હતા. 29 ડિસેમ્બર 2005માં ગાઝીપુરમાં રાયની હત્યા થઈ હતી. સંજીવ માહેશ્વરી ઉર્ફે જીવા મુખ્તાર અંસારીનો ખાસ હતો.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube