નવી દિલ્હી : ગત્ત ઘણા વર્ષોમાં ઇન્ડિયન માર્કેટમાં ઝડપથી ચાલતી બાઇકોની સંખ્યા વધી રહી છે, જો કે હવે એક એવી બાઇકનો દાવો કરવામાં આવી રહ્યો છે જે મોંઘા પેટ્રોલથી નહી પરંતુ હવાથી ચાલશે. જી હાં, બાઇકની ટાંકીમાં પેટ્રોલન નહી પરંતુ તમારે હવા ભરાવવી પડશે. હવાથી ચાલતી આ બાઇકનો આવિષ્કાર કરવામાં આવ્યો છે અને તેના તમામ પ્રકારનાં પ્રયોગ પણ સફળતા પુર્વક કરવામાં આવી ચુક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાયરાને તેના બોયફ્રેંડે બોલિવુડ છોડવાનું કહ્યું હોય તેવું પણ બને: ફારુક અબ્દુલ્લા


સવર્ણોને 10% અનામત અંગે સુપ્રીમ કોર્ટમાં હવે 16 જુલાઇએ સુનાવણી હાથ ધરાશે


9 વર્ષ પહેલા થયો હતો આવિષ્કાર
લખનઉની એક બાઇક વૈજ્ઞાનિકે આશરે 9 વર્ષ પહેલા એર એન્જિનનો આવિષ્કાર કર્યો હતો. જે હવે એરો બાઇકનું સ્વરૂપ લઇ ચુક્યો છે. આ આવિષ્કારની પાછળ વધી રહેલ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે. આ ઉપરાંત સામાન્ય માણસના ખીસ્સા ખર્ચમાં ઘટાડો થશે. એરો બાઇકને તૈયાર કરનારા વૈજ્ઞાનિકો માને છે કે આ બાઇકથી ઇંધણની વચત તો થશે જ સાથે જ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી પણ બચી શકાશે. 


મનોજ તિવારીએ કેજરીવાલ સરકાર પર લગાવ્યો 2000 કરોડના ગોટાળાનો આરોપ


ટ્વીટર પર એક્ટિવ થયા RSS ચીફ મોહન ભાગવત, થોડા જ કલાકોમાં સેંકડો followers


પ્રદૂષણની સમસ્યામાંથી થશે છુટકારો
યુપી રાજકીય નિર્માણ નિગમમાં મુખ્ય મહાપ્રબંધક રહેલા ભારત રાજ સિંહે હવામાંથી એનર્જી તૈયાર કરનારા આ આએન્જીનને તૈયાર કરવામાં મહત્વની ભુમિકા નિભાવી છે. બીઆર સિંહ હાલ એક એન્જીનિયરિંગ કોલેજમાં એસોસિએટ ડાયરેક્ટર છે. તેમણે કહ્યું કે, તેમનો આવિષ્કાર જ્યારે માર્ગો પર દોડશે તો પ્રદૂષણ 50 ટકા જેટલું ઘટી જશે. 


મગજના તાવના કારણો અંગે કોઇ જ માહિતી નહી હોવાનો નીતીશનો વિધાનસભામાં એકરાર
5 રૂપિયામાં 40 કિલોમીટરની મુસાફરી
આવિષ્કારનો મુખ્ય ઉદ્દેશ્ય ગાડીઓમાંથી પેટ્રોલ- ડિઝલના એન્જીન બદલીને તેમાં હવાથી ચાલનારુ એન્જિન લગાવવાનું છે. આ એન્જિન ખર્ચ પણ ખુબ જ ઓછો આવશે. તેમણે જણાવ્યું કે, તેમણે પોતે એલ્યુમીનિયમના સિલેન્ડર બનાવીને તેને એરો બાઇકમાં લગાવ્યું છે. આ પ્રયોગમાં સૌથી પહેલા ટુ વ્હીલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવાથી ચાલ્યા પછી પણ બાઇકની સ્પીડ પર કોઇ જ અસર નહી પડે. એરો બાઇકને 70-80 કિલોમીટર/ પ્રતિ કલાકની સ્પીડ સરળતાથી ચલાવી શકાય છે. ભારત રાજ સિંહે પોતાનાં અવિષ્કારને મંજુરી માટે સરકાર પાસે મોકલ્યું છે.