Levana Hotel Fire: ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉના હજરતગંજ વિસ્તારમાં લેવાના હોટલમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં લગભગ 12 લોકોનું સુરક્ષિત રેસ્ક્યૂ કરાયું છે. આગ ઓલવવાનું કામ ચાલુ છે. ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. હોટલમાં હજુ કેટલાક લોકો ફસાયેલા હોવાની આશંકા છે. બારીઓ દ્વારા અનેક લોકોને હોટલમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. લેવાના હોટલના જે ભાગમાં હજુ પણ આગ ભભૂકી રહી છે તેને બુલડોઝરથી તોડવામાં આવી રહ્યો છે. સીએમ યોગી આદિત્યનાથે આ મામલાને ગંભીરતાથી લેતા અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લખનઉની સિવિલ હોસ્પિટલમાં 7 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. 2 લોકોના આ દુર્ઘટનામાં મોત થયા છે. સિવિલ હોસ્પિટલમાં મુખ્ય ચિકિત્સા અધીક્ષક ડો. આર પી સિંહે જણાવ્યું કે અત્યાર સુધીમાં 7 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે બે લોકો મૃત અવસ્થામાં લાવવામાં આવ્યા હતા. જેમાંથી એક મહિલા અને એક પુરુષ છે. ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે આગ લાગ્યા બાદ 2 લોકો બેભાન થઈ ગયા. તેમને લેવાના હોટલથી કાઢવામાં આવ્યા હતા. શોર્ટ સર્કિટના કારણે લેવાના હોટલમાં આગ લાગી હોવાની આશંકા છે. જેની પુષ્ટિ આગ પર કાબૂ મેળવ્યા બાદ થઈ શકશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube