ગૃહમંત્રી અમિત શાહ અને CM યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી, CRPFને મળ્યો મેઈલ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી મળી છે.
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી મળી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ મંગળવારે સીઆરપીએફની મુંબઈ ઓફિસમાં ઈમેઈલ દ્વારા ધમકી મળી છે. મેલમાં ધાર્મિક સ્થળ જેવી કોઈ જગ્યાએ હુમલાની વાત કરાઈ છે. સીઆરપીએફ મુખ્યાલયમાં એક ધમકીભર્યો ઈમેઈલ આવ્યા બાદ હડકંપ મચ્યો છે.
શાહેને પહેલા પણ મળી હતી ધમકી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ગણતંત્ર દિવસે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. તેમની સાથે દેશના પીએમ નરેન્દ્ર મોદી, સરધણા વિધાયક સંગીત સોમ સહિત અનેક મોટા નેતાઓને મારવાની વાત પણ પત્રમાં લખવામાં આવી હતી.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube