Lumpy Skin Disease: લમ્પી વાયરસ  (Lumpy Virus) એ દેશભરમાં 58 હજારથી વધુ ગાયોનો જીવ લીધો છે. રાજધાની દિલ્હીમાં પણ આ વાયરસથી સંક્રમણના 173 કેસ નોંધાયા છે. અત્યાર સુધી તે 12 રાજ્યોમાં ફેલાયો હોવાનો વાત કહેવામાં આવી રહી હતી, હવે કેન્દ્રીય મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ કહ્યું કે 16 રાજ્યોમાં બિમારીએ અન્ટ્રી કરી લીધી છે. રાજસ્થાન લમ્પી વાયરસ  (Lumpy Virus) થી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં પશુપાલકોને ગાયોને દફનાવવા માટે જગ્યા ઓછી પડી ગઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ કહ્યું કે બિમારીનો સામનો કરવા માટે તમામ રાજ્યો સાથે સમન્વય વધારવા માટે દિલ્હીમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. તેના દ્રારા અધિકારી રાજ્યના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છે. તમામ અધિકારીઓએ દિશા નિર્દેશ આપી દિધા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વેક્સીન ઉત્પાદનને વધારવાના પ્રયત્નને લઇને તેના નિર્માતા સાથે વાતચીત કરવામાં આવી છે. વિજય રૂપાલાએ કહ્યું કે રાજસ્થાનની સ્થિતિ જાણવા માટે ત્યાં ગયા હતા અને પ્રદેશ સરકારનો પુરૂ સહયોગ કરવામાં આવી રહ્યો છે. 

જે લાખો લોકોના જીવ બચાવે છે તે સીટ બેલ્ટની ભૂલથી થઇ હતી શોધ, જાણો રસપ્રદ વાત


કેન્દ્રીય મંત્રીએ દૂધ સંકટ પર કહી આ વાત
કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ જાણકારી આપી કે દૂધનું સૌથી વધુ કલેક્શન ગુજરાતથી થાય છે. ત્યાં લમ્પી વાયરસ શાંત થવાની સ્થિતિમાં આવી ગયો છે. તેમણે કહ્યું કે તેમની અમૂલ સાથે વાત થઇ, જ્યાંથી જવાબ મળ્યો કે ત્યાં તેમના દૂધના કલેક્શન પર કોઇ સંકટ નથી. 


શું છે બિમારી અને ઉપચાર
લમ્પીવાયરસ પશુઓને થનાર એક સંક્રમણ બિમારી છે. તેને કેપરી પોક્સ વાયરસ પણ કહે છે. મચ્છર, માખીઓ, ઝૂ વગેરે કીટ આ બિમારીના રોગવાહકના રૂપમાં કામ કરે છે. હજુ પણ કહેવામાં આવી રહ્યું છે કે દૂષિત ભોજન પાણીના સેવનથી લમ્પી વાયરસનું સંક્રમણ ફેલાય છે. આ વાયરસથી સંક્રમિત પશુઓની ચામડા પર ગઠ્ઠા પડી જાય છે અને પછી ઘા થઇ જાય છે. પશુઓને તાવ આવવો, નાક વહેવું, વધુ પડતી લાળ વહેવી અને આંખ આવવી તેના અન્ય લક્ષણ છે. આ બિમારી જીવલેણ સાબિત થઇ રહી છે. 

Traffic Rules: શું ઇયરફોન લગાવીને કાર-બાઇક ચલાવો તો દંડ થાય? જાણો શું કહે છે નિયમ


આ બિમારીનો કોઇ વિશેષ ઉપચાર ઉપલબ્ધ નથી પરંતુ ગોટ પોક્સ વેક્સીન તેના નિદાનના રૂપમાં ઉપયોગ કરવામાં આવી રહી છે. વેક્સીનના ડોઝ પશુઓમાં સંક્રમણ સામે લડવા માટે રોગ પ્રતિરોધક ક્ષમતા વિકસિત કરે છે. આ ઉપરાંત સંક્રમિત પશુઓના પૃથક રાખવા માટે કહેવામાં આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube