Chandra Grahan 2022 Date Time in India: ખગ્રાસ ચંદ્રગ્રહણને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આવતીકાલે એટલે કે 16 મેના રોજ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થશે. આ સંપૂર્ણ ચંદ્રગ્રહણ છે અને તે વિશ્વના ઘણા ભાગોમાં દેખાશે. જોકે આ ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં. વાસ્તવમાં, જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે, તો આ સ્થિતિમાં પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડવા લાગે છે. ત્યારે તેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્લડ મૂનનું કારણ
ચંદ્રગ્રહણના દિવસે ચંદ્ર લાલ રંગનો દેખાશે. તેથી જ તેને બ્લડ મૂન કહેવામાં આવે છે. ગ્રહણ દરમિયાન ચંદ્રના રંગમાં થતા ફેરફાર અંગે વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ સમય દરમિયાન સૂર્યપ્રકાશ પૃથ્વી દ્વારા ચંદ્ર પર પડે છે. તેથી ગ્રહની છાયાને કારણે ગ્રહણ દરમિયાન ચંદ્રનો રંગ બદલાય છે. આ દરમિયાન ચંદ્રનો રંગ લાલ, તાંબા જેવો દેખાવા લાગે છે. જે લોકો આવતીકાલનો બ્લડ મૂન જોવા માગે છે તેઓ નાસાની સાઈટ અથવા ટ્વિટર એકાઉન્ટ પર જઈને તેનો લાઈવ સ્ટ્રીમ જોઈ શકે છે. નાસા સવારે 8.33 વાગ્યાથી તેનું લાઈવ સ્ટ્રીમ બતાવશે.


ભારતમાં ચંદ્રગ્રહણનો સમય
વર્ષ 2022નું પ્રથમ ચંદ્રગ્રહણ ભારતીય સમયાનુસાર 16 મે સોમવારે સવારે 07.57 કલાકે શરૂ થશે. આ ચંદ્રગ્રહણ બપોરે 12.20 સુધી રહેશે. એટલે કે આ ચંદ્રગ્રહણનો સમયગાળો લગભગ 5 કલાકનો રહેશે. જો કે, ભારતમાં દેખાતું ન હોવાને કારણે તેનો સુતક સમયગાળો માન્ય રહેશે નહીં.


વૃશ્ચિક રાશિમાં ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે
ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે પરંતુ તેનું ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ પણ છે. આ ગ્રહણ વૃશ્ચિક રાશિમાં થઈ રહ્યું છે. જ્યારે, વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ જે 8 નવેમ્બરે થનાર છે, તે વૃષભ રાશિમાં થશે. એક ખાસ સંયોગ એવો પણ છે કે 16 મેનું ચંદ્રગ્રહણ વૈશાખ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાએ થઈ રહ્યું છે. તેને બુદ્ધ પૂર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસે ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube