Chandra Grahan 2022: વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ આવતી કાલે એટલે કે 8મી નવેમ્બર 2022ના રોજ કાર્તિક પૂર્ણિમાના દિવસે થવા જઈ રહ્યું છે. આ ચંદ્ર ગ્રહણ મેષ રાશિમાં લાગી રહ્યું છે. દેશના પૂર્વ ભાગમાં પૂર્ણ ચંદ્ર ગ્રહણ જોવા મળશે જ્યારે કેટલાક ભાગોમાં તે આંશિક રીતે જોવા મળશે. આવામાં આ ગ્રહણનો સૂતક કાળ માન્ય ગણાશે. આ સાથે જ આ ચંદ્ર ગ્રહણ તમામ રાશિઓ પર મહત્વપૂર્ણ શુભ-અશુભ અસર પણ પાડશે. આવો જાણીએ ચંદ્ર ગ્રહણ કઈ રાશિ માટે  છે શુભ!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિથુન
જ્યોતિષ શાસ્ત્ર મુજબ વર્ષનું બીજુ અને અંતિમ ચંદ્ર ગ્રહણ મિથુન રાશિના જાતકો માટે સારું સાબિત થઈ શકે છે. આ જાતકોને કરિયરમાં લાભ થશે. પ્રશંસા થશે. પ્રમોશન-ઈન્ક્રિમેન્ટ મળી શકે છે. 


કર્ક
કર્ક રાશિના જાતકો માટે પણ ચંદ્ર ગ્રહણ શુભ ફળ આપનારું સાબિત થઈ શકે છે. ખાસ કરીને વેપારમાં ફાયદો થઈ શકે છે. નવી નોકરી મળી શકે છે. નવા કામ શરૂ થઈ શકે છે. વરિષ્ઠ લોકોથી મદદ મળશે. 


સિંહ
સિંહ રાશિવાળા માટે પણ વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ શુભ  રહેશે. કાર્તિક પૂર્ણિમાના દિવસે લાગનારું આ પૂર્ણ ચંદ્ર ગ્રહણ કરિયર અને વેપારમાં લાભ કરાવશે. પ્રમોશન મળવાના, આવક વધવાના યોગ છે. લગ્નના માર્ગમાં આવતા વિધ્નો દૂર થશે. 


વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ આ ચંદ્ર ગ્રહણ શુભ સાબિત થઈ શકે છે. નોકરી-વેપારમાં પ્રગતિ થવાના યોગ છે. આર્થિક લાભ થઈ શકે છે. કુટુંબીજનોની મદદ મળશે. અટકાયેલા કામ પૂરા થશે. 


કુંભ
કુભરાશિના જાતકો માટે પણ આ ચંદ્ર ગ્રહણ શુભ સમાચાર લઈને આવી રહ્યું છે. આવક વધવાના રસ્તા ખુલશે. અનેક લાભ થશે. 


આ વીડિયો પણ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube