Lupinએ ભારતીય બજારમાં ઉતારી COVID-19ની દવા, જાણો એક ટેબલેટની કિંમત
દવા ક્ષેત્રની પ્રમુખ કંપની લુપિન (Lupin)એ બુધવારના કોવિડ-19 (COVID-19)ના હળવા અને ઓછા ગંભીર દર્દીઓની સારવાર માટે ફેવિપિરાવિરને કોવિહાલ્ટ (Covihalt) બ્રાન્ડ નામની સાથે બજારમાં ઉતારી છે. તેની એક ટેબલેટની કિંમત 49 રૂપિયા રાખવામાં આવી છે. લુપિને શેર બજારોને મોકલેલી નિયમનકારી માહિતીમાં કહ્યું છે કે, ફેવિપિરાવિરને કટોકટીની સ્થિતિમાં ઉપયોગ માટે ભારતે ઔષધિ કંટ્રોલર જનરલથી મંજૂરી મળી ગઇ છે.
નવી દિલ્હી: દવા ક્ષેત્રની પ્રમુખ કંપની લુપિન (Lupin)એ બુધવારના કોવિડ-19 (COVID-19)ના હળવા અને ઓછા ગંભીર દર્દીઓની સારવાર માટે ફેવિપિરાવિરને કોવિહાલ્ટ (Covihalt) બ્રાન્ડ નામની સાથે બજારમાં ઉતારી છે. તેની એક ટેબલેટની કિંમત 49 રૂપિયા રાખવામાં આવી છે. લુપિને શેર બજારોને મોકલેલી નિયમનકારી માહિતીમાં કહ્યું છે કે, ફેવિપિરાવિરને કટોકટીની સ્થિતિમાં ઉપયોગ માટે ભારતે ઔષધિ કંટ્રોલર જનરલથી મંજૂરી મળી ગઇ છે.
આ પણ વાંચો:- રામ મંદિર આંદોલનથી લઇને શ્રી રામના આદર્શો સુધી, વાંચો PM મોદીના સંબોધનની 10 મોટી વાતો
તેમાં કહેવામાં આવ્યું છે કે, કોવિહાલ્ટમાં દવાના પ્રમાણને પ્રશાસનની સુવિધાને ધ્યાનમાં રાખી વિકસિત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ દવા 200 મિલીગ્રામની ટેબલેટ રૂપમાં 10 ટેબલેટની સ્ટ્રિપમાં ઉપલબ્ધ થશે. પ્રત્યેક ટેબલેટની કિંમત 49 રૂપિયા રાખવામાં આવી છે.
આ પણ વાંચો:- PM મોદી શ્રીરામલલાના દર્શન પહેલાં કેમ ગયા હનુમાન ગઢી મંદિર? જાણો શું છે કારણ
લુપિનના ભારતીય ક્ષેત્રીય ફોર્મ્યુલેશન (આઈઆરએફ)ના પ્રમુખ રાજીવ સિબ્બલે જણાવ્યું હતું કે ટેપિટિક જેવા ઝડપથી ફેલાતા સંક્રમણ રોગોને વ્યવસ્થિત કરવાના ક્ષેત્રમાં જે અનુભવનો છે તેનો લાભ તેઓ લઈ શકશે. તે તેમના મજબૂત વિતરણ નેટવર્ક અને ક્ષેત્રમાં કાર્યરત કાર્યબળને કારણે દેશભરમાં કોવિહાલ્ટની પહોંચાડવાનું સુનિશ્ચિત કરવામાં સક્ષમ હશે. આ અગાઉ સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝે પણ ફેવિપીરવીરને 'ફ્લ્યૂગાર્ડ' બ્રાન્ડ નામથી બજારમાં લોન્ચ કરી હતી. તેણે એક ટેબ્લેટની કિંમત 35 રૂપિયા રાખી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube