નવી દિલ્હી : તમિલનાડુના પુર્વ મુખ્યમંત્રી અને ડીએમકે પ્રમુખ એમ.કરુણાનિધિ ખરાબ તબિયતના કારણે હોસ્પિટલમાં દાખલ છે. પહેલા તેમની સારવાર તેમના જ ઘરે કરવામાં આવી રહી હતી. જો કે તેમની તબિયત વધારે બગડતા તેમને ચેન્નાઇની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં હજારોની સંખ્યામાં તેમના સમર્થકો એકત્ર છે. તમામ સમર્થકો રુંધાયેલા ગળા સાથે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. તમિલનાડુની રાજનીતિમાં તેમની છબી સૌથી મોટા નાસ્તિક નેતા છે. એટલા માટે તેઓ ક્યારે પણ દીપાવલી જેવા તહેવારો પર પોતાની પાર્ટી તરફથી શુભકામના સંદેશ પણ નહોતા આપતા. તેમની પાર્ટી દ્રવિ આંદોલનના આગેવાન રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


કરૂણાનિધિએ પોતાની રાજનીતિ માત્ર 14 વર્ષની રાજનીતિમાં શરૂ કરી હતી. આ જુન 2018માં તેમનો 94મો જન્મ દિવસ ઉજવ્યો હતો. તેઓ પહેલીવાર 1957માં  ધારાસભ્ય ચૂંટાયા હતા. તે સમયે દેશના વડાપ્રધાન જવાહરલાલ  નેહરૂ હતા. કરુણાનિધિએ 14 વર્ષની ઉંમરમાં રાજનીતિમાં પગ મુક્યો હતો. 33 વર્ષની ઉંમરમાં પહેલીવાર તમિલનાડુની વિધાનસભામાં પહોંચી ગયા. તેઓ 13 વખતત સતત જીતતા રહ્યા. તેઓ ક્યારે પણ કોઇ ચૂંટણી હાર્યા નથી. 1984ની ચૂંટણી તેમણે લડી નહોતી. 



કરૂણાનિધિ 5 વખત તમિલનાડુના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. ફેબ્રુઆરી 1967માં પહેલીવાર તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા. તે સમયે દેશના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા. 1976માં તેઓ બીજી વખત મુખ્યમંત્રી બન્યા. કરુણાનિધિ ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા તે સમયે દેશા વડાપ્રધાન રાજીવ ગાંધી હતા. જ્યારે તેઓચોથીવાર મુખ્યમંત્રી બન્યા તો વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ હતા. પાંચમીવખત મુખ્યમંત્રી બન્યા તો વડાપ્રધાન મનમોહન સિંહ હતા. 



કરુણાનિધિને દક્ષિણ ભારતમાં એન્ટી બ્રાહ્મણવાદી રાજનીતિનું પ્રતિક માનવામાં આવે છે. ડીએમકેના સંસ્થાપક સી.એન અન્નાદુરાઇ અને તેમના આદર્શ પેરિયારની તરફ કરુણાનિધિ વર્ષોથી દક્ષિણ ભારતના દિગ્ગજ નેતા બનેલા છે. તેમણે કાર્યક્રમમાં કહ્યું હતું કે તેઓ રામાયણના આલોચક રહ્યા છે અને આગળ પણ તેનો વિરોધ કરતા રહેશે. ભગવાન રામ પર તેમનું નિવેદન વિવાદનું કારણ બન્યું હતું. 



તમિલનાડુમાં કરુણાનિધિને કાલાઇનાર કહેવામાં આવે છે. તેનો અર્થ થાય છે કે કલાના જાદુગર. રાજનીતિ શરૂ કરતા પહેલા તેઓ નાટ્યકાર અને ફિલ્મોના પટકથા લેખક હતા. આ દરમિયાન તેમની અને એમપી રામચંદ્રનની જોડી જામી હતી. જો કે ત્યાર બાદ આ જોડીમાં તીરાડ પી અને એમજીઆરે દ્રમુકથી તુટીને અન્નાદ્રમુક પાર્ટીની સ્થાપના કરી હતી. 



આર્થિક રીતે નબળા પરિવારમાંથી આવતા કરુણાનિધિ હિંદી વિરોધી આંદોલનના નેતા પણ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ પોતાના ગુરૂ સી.એન અન્નાદુરાઇના પાર્ટીની પત્રિકા કુદિયારાસુના સંપાદક સ્વરૂપે કામ કર્યું. તેમના માટે રાજનીતિક કદ ઘણુ વિશાળ હતું.