2025 સુધીમાં વિશ્વની 50 % નોકરીઓ રોબોટના કારણે ખવાઇ જશે:WEF
જે પ્રકારે સતત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું વિસ્તરણ થતું જાય છે તેમ તેમ માણસની રોજગારી સતત ઘટી રહી છે
નવી દિલ્હી : વર્ષ 2025 સુધીમાં ઓપીસમાં અડધાથી વધારે કામ મશીનો કરવા લાગશે. જો કે રોબોટ રિવોલ્યૂશન આવવાનાં કારણે આગામી 5 વર્ષમાં 5.8 કરોડ નવી નોકરીઓ પણ પેદા થશે. વિશ્વ આર્થિક મંચ (ડબલ્યુઇએફ)નાં એક નવા અભ્યાસમાં આ માહિતી સામે આવી છે. રિપોર્ટ અનુસાર રોબોટિક્સ અને ઓટોમેશનનાં કારણે મશીનો અને એલ્ગોરિધમ ઉપરાંત માણસોનાં કામ કરવાની પદ્ધતીઓમાં પણ ભારે પરિવર્તન આવશે. જો કે જો આનાં કારણે પેદા થનારા નવા રોજગારની સંખ્યા જોવામાં આવે તો આ પરિવર્તન સકારાત્મક છે.
2025 સુધીમાં ઓફીસનાં 52% કામ કરશે: સર્વે
સર્વેમાં રહેલી કંપનીઓએ જણાવ્યું કે, હાલ ઓફિસનાં કુલમ કામો પૈકી 71 પર્સન્ટ કાર્ય માણસો કરે છે, જ્યારે 29 ટકા મશીનો. વર્ષ 2022 સુધીમાં માણસોની કામ કરવાની હિસ્સેદારીમાં ઘટાડો થઇને 58 ટકા અને રોબોટનાં કામ કરવાની હિસ્સેદારી વધીને 42 ટકા હોવાનું અનુમાન છે. વર્ષ 2025 સુધી કુલ કામનાં 52 ટકા મશીનો દ્વારા કરવામાં આવવા લાગશે.
રોબોટ આવવાથી વધશે રોજગાર: સર્વે
ડબલૂઇએફએ જણાવ્યું કે, વ્યાપક સ્તર પર પરિવર્તન લાવવા છતા મશીન, રોબોટ અલ્ગોરિધમનાં આવવાના કારણે રોજગાર પર સકારાત્મક અસર પડી શકે છે. આશરે 20 દેશોની કંપનીઓ અને 1.5 કરોડ કર્મચારીઓનાં સર્વેનાં આધાર પર અમારૂ અનુમાન છે કે આ ટેક્નીકોથી સમગ્ર વિશ્વમાં આશરે 13.3 કરોડ નોકરીઓનું સર્જન થશે. જ્યારે તેની તુલનાએ આશરે 7.5 કરોડ નોકરીઓ ખતમ થશે. ડબલૂઇએફએ કહ્યું કે, જ્યાં તેનાંથી જોબગ્રોથમાં સકારાત્મક વધારાનું અનુમાન છે, બીજી તરફ નવી જોબની ક્વોલિટી, લોકેશન, ફોર્મેટ અને સ્થાયિત્વમાં પણ મહત્વનાં પરિવર્તનો આવશે.
રોબોટ આવવાના કારણે આ નોકરીઓથી બહાર
પરિવર્તનનાં સમયમાં તમામ સેક્ટર્સમાં જે નોકરીઓની માંગમાં સૌથી વધારે જોવા મળશે, તેમાં ડેટા એનાલિસ્ટ અને સાઇન્ટિસ્ટ, સોફ્ટવેર એન્ડ એપ્લીકેશન ડેવલપર્સ, ઇ કોમર્સ સ્પેશ્યલિસ્ટ અને સોશિયલ મીડિયા સ્પેશ્યલિસ્ટ છે. તે તમામ જોબ ઘણી હદ સુધી ટેક્નોલોજીનાં વિસ્તાર પર આધારિત છે. WEFએ જણાવ્યું કે કસ્ટમર સર્વિસ વર્કર્સ, ઇનોવેશન મેનેજર અને સેલ્સ અને માર્કેટિંગ પ્રોફેશનલ જેવા સંપુર્ણ માનવીય ગુણો પર આધારિત નોકરીઓની માંગમાં વધારો જોવા મળશે.
આ નોકરીઓ સંપુર્ણ નષ્ટ થઇ જશે.
ઓટોમેશન આવવાથી જે નોકરીઓ ખતમ થવાની શક્યતા છે તેમાંડેટા એન્ટ્રી ક્લાર્ક, એકાઉન્ટિંગ ક્લાર્ક અને પેરોલ ક્લાર્ક જેવા વ્હાઇટ કોલર જોબનો સમાવેશ થાય છે. ધ ફ્યૂચર ઓફ જોબ્સ 2018 નામનાં આ સર્વે રિપોર્ટમાં તમામ સેક્ટર્સની આશરે 300 કંપનીઓએ ભાગ લીધો હતો.