લખનઉ: લોકસભા ચૂંટણી દરમિયાન પીળી સાડી પહેરીને એક મહિલા પોલિંગ ઓફિસરનો ફોટો ખૂબ વાયરલ થયો હતો. ત્યારે 2022ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ આ મહિલા પોલિંગ ઓફિસર ફરી ચર્ચામાં છે. આ ઓફિસરનું નામ રીના દ્વિવેદી છે. લખનઉની રહેવાસી રીના દ્વિેવેદી આ વખતે રાજધાનીના મોહનલાલગંજ વિધાનસભાના ગોસાઈગંજ બૂથ પર કાઉન્ટિંગ કરાવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2019માં પીળી સાડીની થઈ હતી ખૂબ ચર્ચા:
છેલ્લે 2019ની લોકસભાની ચૂંટણીમાં પીળી સાડીમાં જોવા મળેલી રીના દ્વિવેદી આ વખતે વેસ્ટર્ન ડ્રેસમાં જોવા મળી. સોશિયલ મીડિયાની સેન્સેશન બની ગયેલી રીના દ્વિવેદીએ આ વખતે પોતાનો ગેટઅપ બદલી નાંખ્યો છે. છેલ્લી ચૂંટણીમાં તે પીળી સાડીમાં જોવા મળી હતી. અને આ વખતે તેણે વેસ્ટર્ન ડ્રેસ અને સન ગ્લાસ પહેર્યા છે. રીના દ્વિવેદીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. રીના દ્વિવેદી લખનઉમાં લોક નિર્માણ વિભાગ કાર્યાલયમાં કલર્કના પદ પર તહેનાત છે.



2022માં નવા ગેટઅપે ફરી ચર્ચા જગાવી:
છેલ્લી લોકસભા ચૂંટણીમાં રીના દ્વિવેદી ઈલેક્શન ડ્યૂટી પર તહેનાત હતી. આ વખતે તેને મોહનલાલગંજમાં મતદાનના કામમાં લગાવવામાં આવી છે. મંગળવારે ઈવીએમ મશીન લઈને ચૂંટણી ડ્યૂટીમાં રીના દ્વિવેદી બ્લેક સ્લીવલેસ ટોપ અને ઓફ વ્હાઈટ ટ્રાઉઝરમાં પોલિંગ પાર્ટીની સાથે પોતાની ડ્યૂટી પર રવાના થઈ.


રીના દ્વિવેદીને જોવા માટે લાઈન લાગી:
રીના દ્વિવેદીના નવા ગેટ અપમાં જોવા માટે લોકોની ભીડ એકઠી થવા લાગી. લોકોની સાથે પોલીસ કર્મચારીઓ પણ સેલ્ફી લઈ રહ્યા હતા. રીના દ્વિવેદીએ ANI સાથે વાત કરતાં જણાવ્યું કે હું તો ફેશનને ફોલો કરું છું અને મને તો દરેક સમયે અપડેટ રહેવું ગમે છે. આ કારણે ગેટઅપ બદલ્યો છે.



રીના દ્વિવેદીએ શું કહ્યું:
ANI સાથે વાત કરતાં નવા લુકમાં જોવા મળેલી રીના દ્વિવેદીએ જણાવ્યું કે મને પોતાની તસવીર વાયરલ થાય તેનાથી કોઈ ફેર પડતો નથી. મને મતદાન કરવું પણ સારું લાગે છે અને મતદાન કરાવવું પણ. મારી જે તસવીર વાયરલ થઈ હતી તેને મેં પોઝિટિવલી લીધી હતી. આ વખતે મારી ડ્યૂટી મોહનલાલગંજમાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube