Ajab Gajab News: રિઝ્યુમના આધારે કંપનીઓ નોકરીમાં ઉમેદવારોની પસંદગી કરે છે. દરેક વ્યક્તિ સારો રિઝ્યુમ મોકલીને HR ને આકર્ષવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો તેમના બાયોડેટાને શ્રેષ્ઠ બનાવવા માટે કોઈ અન્યની મદદ લે છે. આવું કરવું એક છોકરીને ભારે પડી ગયું હતું. છોકરીને તેના બોયફ્રેન્ડ પાસે બાયોડેટા બનાવ્યો હતો. પરંતુ છોકરીની સૌથી મોટી ભૂલ એ દીધી કે તેણે બાયોડેટા જોયા વિના તેને HRને ફોરવર્ડ કરી દીધો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોયફ્રેન્ડ પાસે બાયોડેટા બનાવીને કર્યો ફોરવર્ડ
world of buzz ના સમાચાર મુજબ, એક કંપનીએ પોતાની પાસે આવેલા એક રિઝ્યૂમનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ બાયોડેટા જોઈને લોકો હવે હસવાનું રોકી રહ્યા નથી. આ બાયોડેટા એક યુવતીએ કંપનીને મોકલ્યો હતો. આ રિઝ્યુમમાં બીજું બધું બરાબર હતું, પણ HRની નજર મેઈલના નીચેના ભાગે લખેલા મેસેજ પર પડી. આ મેસેજ જોઈને સમજાયું કે છોકરીને તેનો બાયોડેટા તેના બોયફ્રેન્ડ પાસે બનાવડાવ્યો હતો.


ગર્લફ્રેન્ડની સૌથી મોટી ભૂલ એ હતી કે તેને નવા મેલમાં એટેચ કરીને મોકલવાને બદલે તેણે મેઈલ કંપનીને ફોરવર્ડ કરી દીધી. આ કારણે તેના બોયફ્રેન્ડે મેઈલની નીચે કેટલીક અંગત વાતો લખી હતી, જે કંપનીના HR સુધી પહોંચી હતી. તેમાં લખેલી વાતો વાંચીને HR ડિપાર્ટમેન્ટ પણ આશ્ચર્યચકિત થઈ ગયો.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube