LCH `પ્રચંડ` ભારતીય વાયુસેનામાં સામેલ, ખુબીઓ જાણીને દુશ્મન દેશોના હાજા ગગડી જશે
Light Combat Helicopters: ભારતીય વાયુસેનાને હવે પ્રચંડ મળી જવાથી તાકાતમાં અનેકગણો વધારો થયો છે. આજે ઔપચારિક રીતે Light Combat Helicopters - LCH વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા છે. LCH ને સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે (HAL) બનાવ્યા છે.
Light Combat Helicopters: સરહદ પર ચીન અને પાકિસ્તાન સાથે વિવાદ વચ્ચે ભારતીય વાયુસેનાને સ્વદેશી Light Combat Helicopters - LCH મળી ગયા છે. આજે ઔપચારિક રીતે તેને વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા. આ હેલિકોપ્ટર હવે જોધપુર એરબેસ પર તૈનાત છે. આ હેલિકોપ્ટર્સની તૈનાતી બાદ સરહદ પર આતંકી ગતિવિધિઓ પર રોક લાગશે જેને કારણે દુશ્મનોમાં ખળભળાટ મચી ગયો છે. અત્રે જણાવવાનું કે Light Combat Helicopters - LCH ને સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે (HAL) બનાવ્યા છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહની હાજરીમાં સ્વદેશી હેલિકોપ્ટર્સ વાયુસેનામાં સામેલ થયા. તે પહેલા રક્ષામંત્રી અને IAF પ્રમુખ એરચીફ માર્શલ વીઆર ચૌધરીની હાજરીમાં એક સર્વધર્મ પ્રાર્થના કરવામાં આવી. આ હેલિકોપ્ટરનું નામ 'પ્રચંડ' રાખવામાં આવ્યું છે. આ હેલિકોપ્ટર્સ વાયુસેનામાં સામેલ થવાથી વાયુસેનાની તાકાતમાં વધારો થશે. HAL એ આ હેલિકોપ્ટર્સને વિક્સિત કર્યા છે અને તેને ખાસ કરીને ઊંચાઈવાળા વિસ્તારોમાં તૈનાત કરવા માટે ડિઝાઈન કરાયા છે. રક્ષામંત્રીએ એક ટ્વીટમાં કહ્યું કે આ નવા હેલિકોપ્ટરને સામેલ કરવાથી ભારતીય વાયુસેનાનું યુદ્ધ કૌશલ વધશે. અધિકારીઓએ જણાવ્યું કે 5.8 ટન વજનના અને બે એન્જિનવાળા આ હેલિકોપ્ટરથી અગાઉ અનેક હથિયારોના ઉપયોગનું પરીક્ષણ થઈ ચૂક્યું છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube