ઓર્છા (મધ્ય પ્રદેશ): ચૂંટણી સમયે રાજકીય પક્ષો, રાજનેતાઓ, ઉમેદવારો ખુરશી સુધી પહોંચવા માટે લોકો વચ્ચે પ્રચાર કરતા રહે છે. મધ્ય પ્રદેશમાં હાલમાં જ વિધાનસભા ચૂંટણી પૂરી થઈ અને હવે પરિણામની વાટ જોવાઈ રહી છે. જીત મેળવવા માટે અનેક તરીકાઓ અજમાવવામાં આવી રહ્યાં છે. ભગવાનને દરવાજે પણ માથા ટેકવવામાં આવે છે. મધ્ય પ્રદેશનું એક મંદિર એવું છે જે નેતાઓમાં ખાસ પ્રસિદ્ધ છે તેવું કહીએ તો ખોટુ નહીં હોય॥ જો તેમાં માથું ટેકવવામાં ન આવે તો તમારા માટે જોખમી સાબિત થઈ શકે. અયોધ્યામાં ભગવાન રામ મંદિર માટે ઘમાસાણ મચેલું છે. પરંતુ મધ્ય પ્રદેશના ટીકમગઢ જિલ્લાના ઓર્છામાં ભગવાન રામનું એક એવું મંદિર છે જ્યાં શ્રીરામ ભગવાન તો છે જ પરંતુ તેનાથી પણ વધુ તેઓ અહીંના રાજા તરીકે પ્રસ્થાપિત થયેલા છે. તેમને અહીં ભગવાન નહીં પરંતુ શ્રી રામરાજા સરકાર કહેવાય છે. ખાસ વાત એ છે કે અહીં કોઈ પણ પ્રકારના પ્રોટોકોલને ગણવામાં આવતા નથી. આ દુનિયાનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં રામ રાજા સરાકરને રાજા માનીને નિયમિત ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્ય પ્રદેશની ચૂંટણીના પ્રચાર દરમિયાન સીએમ હોય કે પછી નેતા બધા અહીં પ્રજાની હેસિયતથી આવીને રાજારામ પાસે જીતની ગુહાર લગાવી ચૂક્યા છે. વિધાનસભા ચૂંટણીના એલાન અગાઉ જ મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ  પણ અહીં પહોંચ્યા હતાં. તેમણે રામ રાજા સરકારના દર્શન કર્યા હતાં. શિવરાજ ઉપરાંત અનેક પક્ષોના નેતાઓએ પણ અહીં દર્શન કર્યા હતાં. 


કેમ મહત્વપૂર્ણ છે આ મંદિર, તેનો ઈતિહાસ
દેશ અને દુનિયામાં અનેક  જગ્યાએ રામ ભગવાનનું મંદિર જોવા મળે છે. પરંતુ મધ્ય પ્રદેશના ટિકમગઢ જિલ્લાના ઓરછાનું સ્થાન અલગ જ છે. રામના દરબાર તરીકે આ એક મોટું તીર્થસ્થળ છે. ઓરછાને ધામનો દરજ્જો આપવામાં આવ્યો છે. કહેવાય છે કે ભગવાન રામ પોતે અહીંના રાજા બનવા માંગતા હતાં. લગભગ 400 વર્ષ પહેલા રાજા મધુકર શાહના પત્ની રાણીકુંવર ગનેશીના સપનામાં આવીને ભગવાન રામે પોતે ભગવાનની જગ્યાએ રાજા કહેવડાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારથી રામ રાજા સરકાર રાજા તરીકે સ્થાપિત છે. 


1554 થી 1594 સુધી ઓર્છામાં મહારાજા મધુકર શાહનું શાસન હતું. રાજા મધુકર શાહ કૃષ્ણ ભક્ત હતાં. એકવાર તેમણે રાણી કુંવર ગણેશીને વૃંદાવન આવવાનું કહ્યું. પરંતુ રાણીએ ત્યાં જવાની ના પાડી દીધી. જેને લઈને રાજા અને રાણીમાં ઉગ્ર દલીલ થઈ. ઈતિહાસ મુજબ રાજાએ રાણીને પડકાર ફેંક્યો કે જો રામ ભગવાન હોય, તો તેમને ઓર્છા લાવીને બતાવો. જેના કારણે રાણી અવધપુરી અયોધ્યા જતા રહ્યાં અને સરયુ નદીના કિનારે લક્ષ્મણ કિલ્લા પાસે આકરી તપસ્યા શરૂ કરી દીધી. એક માસ સુધી રાણીએ નદીના કિનારે કપરી તપસ્યા કરી. તપસ્થાથી થાકીને રાણીએ સરયુ નદીમાં છલાંગ લગાવી. પરંતુ ચમત્કારિક રીતે તે નદીમાંથી બહાર નીકળી ગયા. જેને ભગવાન રામનો જ ચમત્કાર ગણવામાં આવ્યો. કહેવાય છે કે બેભાન અવસ્થામાં જ રાણીએ જ્યારે આંખો ખોલી તો તેમને બગવાન રામ બાલ્ય સ્વરૂપમાં ગોદમાં બેઠેલા જોવા મળ્યાં. રાણીને ખુબ ખુશી થઈ. રાણીએ ભગવાનને પ્રાર્થના કરી કે તેઓ ઓર્છા આવે  કારણ કે મહારાજનું વચન હતું કે રામલલાને ઓર્છા લાવો ત્યારે જ તમારી ભક્તિ શ્રેષ્ઠ મનાશે. 



ભગવાન રામે 3 શરતો રાખી, આમ ભગવાન રામ રાજા બન્યા
જાણકારોના મત મુજબ ભગવાન રામે રાણી મસક્ષ 3 શરતો રજુ  કરી. પહેલી એ કે તેઓ પુષ્ય નક્ષત્રમાં જ ઓર્છા માટે પ્રસ્થાન કરશે. બીજી શરત એ કે એકવાર જ્યાં બેસશે ત્યાં જ પ્રસ્થાપિત થશે. અને ત્રીજી શરત સૌથી મહત્વપૂર્ણ હતી, કે તેઓ ઓર્છાના રાજા કહેવાશે. તેમના  ત્યાં રાજાશાહી ફરમાન ચાલશે. આ દરમિયાન રામે રાજા મધુકર શાહને પણ દર્શન આપ્યાં. દર્શન કર્યા બાદ રાજાને રાણીની આ પ્રકારના સપના અને વાતો નહીં માનવા બદલ ખુબ દુખ થયું. તેમણે રાણી પાસે હાર સ્વીકારી. બીજી બાજુ રાણીએ ભગવાન રામને ઓર્છા લાવવા માટે  તૈયારીઓ કરી લીધી. ભગવાન રામની પ્રતિમાને ઓર્છા લાવવામાં 8 માસનો સમય લાગ્યો. રાજાએ ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરવા માટે ઓર્છામાં પોતાના મહેલની બરાબર સામે એક ચતુર્ભૂજ મંદિરનું નિર્માણ કરાવ્યું. મહલની સામે મૂર્તિને એવી રીતે રાખવાની યોજના ઘડી  કે મહેલથી તે ભગવાન રામના દર્શન કરી શકે. પરંતુ અહીં સ્થાપના પહેલા ભગવાન રામને મંદિરના ગર્ભગૃહમાં રાખવામાં આવ્યાં. ત્યારબાદ ભગવાન રામની પ્રતિમાને જ્યારે ચતુર્ભૂજ મંદિરમાં સ્થાપિત કરવા માટે લઈ જવાનો પ્રયત્ન ક રાયો તો તે હલી જ નહીં. શરત મુજબ ભગવાન રામની પ્રતિમાને જે સ્થાન પર પહેલા રાખવામાં આવી ત્યાં જ તેઓ બિરાજમાન થયાં. આખરે ગર્ભગૃહને જ ભગવાન રામનું મંદિર ગણી લેવામાં આવ્યું. શરત મુજબ ભગવાન રામને ઓર્છાના રાજા જાહેર કરી દેવામાં આવ્યાં. આ ઘટનાને 400 વર્ષ વીતિ ગયા છે અને ત્યારથી ભગવાન રામ અહીંના રાજા કહેવાય છે. 



કોઈનો પ્રોટોકોલ ગણાતો નથી
ગમે તેઓ મોટો નેતા હોય કે રાજનેતા કે મહત્વપૂર્ણ વ્યક્તિ પરંતુ ઓર્છાના રાજા રામ સરકારના દરબારમાં કોઈ પણ પ્રોટોકોલ ગણાતો નથી. લાંબા સમયથી રામ રાજા સરકારને ગાર્ડ ઓફ ઓનર અપાય છે. પોલીસકર્મીઓ નિયમિત પણે પોતાના રાજાને સલામી આપે છે. આખી દુનિયામાંથી પર્યટકો અને શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવે છે. મંદિરની અંદર તસવીરો નિષેધ છે.