BJP Candidates List For Madhya Pradesh & Chhattisgarh: ભાજપે છત્તીસગઢ અને મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ગુરુવારે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. છત્તીસગઢ માટે 21 અને મધ્યપ્રદેશ માટે 39 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. છત્તીસગઢના દુર્ગના સાંસદ વિજય બઘેલને પાટણ બેઠક પરથી વિધાનસભાની ટિકિટ આપવામાં આવી છે. પાટણ બેઠક છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની બેઠક છે.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


છત્તીસગઢમાં કોને ક્યાંથી મળી ટિકીટ
પ્રેમનગર- ભુલન સિંહ મરાવી
ભાટગાંવ- લક્ષ્મી રાજવાડે
પ્રતાપપુર (ST) – શકુંતલા સિંહ પોર્ચે
રામાનુજગંજ (ST) – રામવિચાર નેતામ
લુંડ (ST) – પ્રબોજ ભીંજ
ખરસિયા - મહેશ સાહુ
ધરમજગઢ (ST) – હરિશ્ચંદ્ર રાઠિયા
કોરબા - લખનલાલ દિવાંગન
મારવાહી (ST) – પ્રણવ કુમાર મરપચ્ચી
સરાઈપલી (SC)-સરલા કોસરિયા
ખલ્લારી-અલકા ચંદ્રાકર
અભાનપુર-ઈન્દકુમાર સાહુ
રાજીમ - રોહિત સાહુ
સિહાવા (ST)-શ્રવણ મરકામ
દૌંડી લોહારા (ST) – દેવલાલા હલવા ઠાકુર
પાટણ-વિજય બઘેલ (સાંસદ)
ખૈરાગઢ- વિક્રાંત સિંહ
ખુજ્જી - ગીતા ઘાસી સાહૂ
મોહલા-માનપુર (ST)-સંજીવ સાહા
કાંકેર (ST) - આશારામ નેતામ
બસ્તર - મણિરામ કશ્યપ

સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં B અને C કેટેગરીની બેઠકો પર વિસ્તૃત ચર્ચા થઈ હતી, આવી 40થી વધુ બેઠકો માટેના ઉમેદવારોની પેનલ પર પણ ચર્ચા કરવામાં આવી હતી, આ એવી બેઠકો છે જ્યાં ભાજપ ગત ચૂંટણીમાં હારી ગઇ હતી અથવા તો પછી જીતી જ નથી.


પીએમ મોદીની અધ્યક્ષતામાં બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મધ્યપ્રદેશની તે બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી, જે 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મોટા માર્જિનથી હારી હતી અથવા જે બેઠકો ભાજપ ક્યારેય જીતી શકી નથી. સૂત્રોનું માનીએ તો તેમાં છબુઆ, છરપુર અને ચિત્રકૂટ સહિત કુલ 39 સીટોનો સમાવેશ થાય છે.