ચુરહટ : વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે રવિવારે મધ્યપ્રદેશમાં ચૂંટણી રેલીઓ સંબોધિત કરી હતી. આ દરમિયાન બંન્ને નેતાઓએ કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર તીખો શાબ્દિક પ્રહાર કર્યો હતો. મધ્યપ્રદેશના ચુરહટમાં ચૂંટણીની જનસભા સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે, મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પાસે ન કોઇ નેતા છે ન તો કોઇ નીતિ અને ન તો કોઇ સિદ્ધાંત છે. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ લોકશાહી પાર્ટી નથી, જે ત્યાં સેનાપતિનિ પસંદગી કરે. કોંગ્રેસ નેહરૂ ગાંધી પરિવારની પ્રાઇવેટ લિમિટેડ પાર્ટી છે. જેના રાષ્ટ્રીય અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે છે. જે માત્ર ગાંધી પરિવારમાંથી હોય છે. કોઇ અન્ય પાર્ટી અધ્યક્ષ બની શકે નહી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પાર્ટી અત્યાર સુધી મધ્યપ્રદેશ મુખ્યમંત્રી પદ માટે કોઇ ઉમેદવારનાં નામની જાહેરા નથીક રી. કોંગ્રેસ પાર્ટી મુખ્યમંત્રી પદના ચહેરા વગર ચૂંટણી મેદાને ઉતરી છે. બીજી તરફ લોકશબા ચૂંટણીને હજી ઘણો સમય છે પરંતુ તેણે પહેલાથી જ રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી ચુક્યા છે. શાહે કહ્યું કે, ગાંધી પરિવાર જ પાર્ટીનાં તમામ મહત્વનાં નિર્ણયો લે છે. 

આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ પણ મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત નહી કરવા અંગે વ્યંગ કર્યો. છિંદવાડામાં ચૂંટણી જનસભા સંબોધિત કરતા કહ્યું કે, કોંગ્રેસ અત્યાર સુધી પોતાના નેતા પણ નક્કી નથી કરી શકી, તો તે કઇ રીતે મધ્યપ્રદેશમાં કરાયેલા વિકાસનાં વચનોને પુરા કરશે. તેમણે કહ્યું કે, કોંગ્રેસનાં તમામ નેતાઓની પોતાની અલગ સરકાર છે.