ઉજ્જૈન: પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાતની સાથે રાજકીય પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો રાઉન્ડ શરૂ થઇ ગયો છે. મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઇ રેલી કરવા ધર્મ નગરી ઉજ્જૈન પહોંચ્યા બીજેપીના અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસના અધ્યક્ષને પડકાર આપ્યો છે. અમિત શાહે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને રાજ્યમાં બન્ને પક્ષોના વિકાસની પાછળના રેકોર્ડને લઇ ભારતીય જનતા યુવા મોર્ચા (ભાજયુમો)ના કોઇપણ નેતાની સાથે ચર્ચા કરવા માટે શનિવારે પડકાર આપ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહે જનસભામાં કહ્યું કે, ‘હુ રાહુલ બાબા (રાહુલ ગાંધી)ને પડકાર આપુ છું કે તેઓ શહેર, મંચ, તારીખ તેમજ સમય પસંદ કરે અને તે શહરેના પોતાના યુવા મોર્ચા (ભાજયુમો)ના પ્રમુખને મોકલીશ અને તેઓ તેની સાથે તેમના 55 વર્ષના શાસન તથા (મુખ્યમંત્રી) શિવરાજ સિંહ ચૌહાણના 14 વર્ષના શાસનમાં થયેલા વિકાસને લઇને ચર્ચા કરે.’



જોકે, તેમણે કહ્યું કે બીજેપીએ હજુ ઘણું બધું હાંસલ કરવાનું છે. તેમણે કહ્યું કે, ‘જ્યાં સુધી દક્ષિણથી લઇ પૂર્વ તટ સુધી બીજેપીનો ભગવો ઝંડો નહી લહેરાય ત્યાં સુધી બીજેપીનો એકપણ કાર્યકર્તા શાંતિથી બેસી શકતો નથી.’


પાંચ રાજ્યોમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર, 11 ડિસેમ્બરે આવશે પરિણામ
ચૂંટણી કમિશને પાંચ રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મિઝોરમ અને તેલંગાણામાં 12 નવેમ્બરથી 7 ડિસેમ્બર વચ્ચે વિધાનસભા ચૂંટણી કરવાની જાહેરાત કરી છે. આ પાંચ રાજ્યોમાં મત ગણતરી 11 ડિસેમ્બરે થશે.



મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતે શનિવારે આ ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરતા જણાવ્યું હતું કે માત્ર છત્તીસગઢમાં બે ચરણમાં ચૂંટણી કરવામાં આવશે. જ્યારે અન્ય રાજ્યોમાં એક જ ચરણમાં મતદાન થશે.


વધુમાં રાવતે જણાવ્યું હતું કે, છત્તીસગઢમાં નક્સલ અસરગ્રસ્ત 18 વિધાનસભા સીટો પર 12 નવેમ્બર અને મુખ્ય 72 સીટો પર બીજા ચરણમાં 20 નવેમ્બરમાં મતદાન થશે. તેમણે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ અને મિઝોરમમાં 28 નવેમ્બરે જ્યારે રાજસ્થાન અને તેલંગાણામાં 7 ડિસેમ્બરે મતદાન થશે.