મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018 : આ બેઠકો પર છે સૌની નજર, જાણો કેમ છે ખાસ?
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018 ભાજપ અને કોંગ્રેસ બંને માટે ઘણી બધી રીતે ખાસ છે. ભાજપ માટે સત્તા ટકાવી રાખવા તો કોંગ્રેસ માટે વનવાસ પૂર્ણ કરી ફરી સત્તા પ્રાપ્ત કરવાની હોડ છે. ઉપરાંત આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણી 2019 પૂર્વેના આ મહાજંગને ભાજપ કોંગ્રેસ માટે લિટમસ ટેસ્ટની રીતે પણ જોવામાં આવી રહયો છે. ભાજપ કોંગ્રેસ દ્વારા જીત માટે કવાયત ચાલી રહી છે ત્યારે મધ્યપ્રદેશની આ ટોપ ટેન બેઠકો હાલમાં ચર્ચાનું કારણ બની છે. જેમાં બંને પક્ષોના મહારથીઓના ભાવિ દાવ પર છે. તો આવો જાણીએ આવી કઇ બેઠકો છે કે જેના પર સૌની નજર જામી છે.
નવી દિલ્હી : મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018 ભાજપ અને કોંગ્રેસ બંને માટે ઘણી બધી રીતે ખાસ છે. ભાજપ માટે સત્તા ટકાવી રાખવા તો કોંગ્રેસ માટે વનવાસ પૂર્ણ કરી ફરી સત્તા પ્રાપ્ત કરવાની હોડ છે. ઉપરાંત આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણી 2019 પૂર્વેના આ મહાજંગને ભાજપ કોંગ્રેસ માટે લિટમસ ટેસ્ટની રીતે પણ જોવામાં આવી રહયો છે.
પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણી જંગમાં મધ્યપ્રદેશની ચૂંટણી ઘણી બધી રીતે મહત્વની કહેવાય છે. છેલ્લી ત્રણ ટર્મથી ભાજપના ગઢ કહેવાય છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં ભાજપ માટે એન્ટીઇન્કમબન્સી પણ ઉઠી રહી હોવાના દાવા વચ્ચે કોંગ્રેસ માટે ઉજળી તક છે. જેને પગલે કોંગ્રેસ દ્વારા પણ એડી ચોટીનું જોર લગાવાયું છે. ભાજપ કોંગ્રેસ દ્વારા જીત માટે કવાયત ચાલી રહી છે ત્યારે મધ્યપ્રદેશની આ ટોપ ટેન બેઠકો હાલમાં ચર્ચાનું કારણ બની છે. જેમાં બંને પક્ષોના મહારથીઓના ભાવિ દાવ પર છે. તો આવો જાણીએ આવી કઇ બેઠકો છે કે જેના પર સૌની નજર જામી છે.
1. બુધની : આ બેઠક પર ખુદ ગબ્બરનું ભાવિ લાગ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો સીધો મુકાબલો કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અરૂણ યાદવ સાથે છે. બે બળીયા વચ્ચેનો જંગ ચર્ચાનું કારણ બન્યો છે.