ભોપાલ: મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર લઘુમતીમાં છે અને ભારતીય જનતા પાર્ટી ફ્લોર ટેસ્ટની માગ કરી રહી છે. ત્યારે કમલનાથ સરકાર ફ્લોર ટેસ્ટ રોકવા માટે પ્રયત્ન કરી રહી છે. ત્યારે આ વચ્ચે મધ્ય પ્રદેશ વિધાનસભામાં રાજ્યપાલ લાલાજી ટંડનના સંબોધન બાદ બજેટ સત્રની શરૂઆત કરવામાં આવી હતી. સાંસદોના હંગામા બાદ વિધાનસભાની કાર્યવાહીને 26 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Live Updates:


11:41 AM: કોરોના વાયરસને કારણે મધ્ય પ્રદેશ વિધાનસભાની કાર્યવાહી 26 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી છે.


11:20 AM: રાજ્યપાલ લાલજી ટંડનનું સંબોધન પૂર્ણ થતા જ સાંસદોએ ભારે હંગામો શરૂ કર્યો હતો. રાજ્યપાલે તેમને શાંતિ બનાવી રાખવા જણાવ્યું હતું.


11:18 AM: રાજ્યપાલ લાલજી ટંડનનું સંબધોન પૂર્ણ.


બિન્દાસ વેચાઈ રહેલા ડુપ્લીકેટ સેનેટાઈઝરને આવી રીતે ઓળખજો...


11:15 AM: વિધાનસભાની કાર્યવાહી શરૂ.


11:11 AM: મધ્ય પ્રદેશની રાજકિય પરિસ્થિતિ પર દિલ્હીમાં વડાપ્રધાન નેરેન્દ્ર મોદીએ એક બેઠક યોજી હતી. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નિતિન ગડકરી હાજર રહ્યા હતા.


11:05 AM: રાજ્યપાલ લાલજી ટંડન વિધાનસભામાં પહોંચ્યા છે. મુખ્યમંત્રી કમલનાથ, સ્પીકર એનપી પ્રજાપતિ, નેતા પ્રતિપક્ષ ગોપાલ ભાર્ગવ અને સંસદીય કાર્યમંત્રી ગોવિંદ સિંહએ તેમની આગેવાની કરી હતી.


ઈરાનમાં ફસાયેલા 53 ભારતીયોને એરલિફ્ટ કરાયા, તો યુરોપથી પણ 44 ભારતીય પરત ફર્યાં


11:02 AM: સ્પિકર એનપી પ્રજાપતિ અને મુખ્યમંત્રી કમલનાથે રાજ્યપાલ લાલજી ટંડનની આગેવાની કરી અને તેમને મંચ સુધી લઇ ગયા. આ સાથે નેતા પ્રતિપક્ષ ગોપાલ ભાર્ગવ અને સંસદીય કાર્યમંત્રી ગોવિંદ સિંહ એક સાથે જોવા મળ્યા હતા.


11:00 AM: મધ્ય પ્રદેશ વિધાનસભામાં રાષ્ટ્ર ગીત ‘વંદે માતરમ’ની સાથે કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી હતી. રાજ્યપાલ લાલાજી ટંડન બજેટ સંબોધન શરૂ કરશે.


નિર્ભયા કેસઃ ચારેય દોષીતોના પરિવારનો ભાવુક નિર્ણય, રાષ્ટ્રપતિને પત્ર લખીને કરી આ માગ


10:51 AM: કમલનાથે રાજ્યપાલને પત્રમાં લખ્યું, અમારા ધારાસભ્યોને જબરજદસ્તી બેંગલુરૂમાં રોકવામાં આવ્યા છે. તેમને પૈસાની લાલચ આપવામાં આવી છે. નિરાશા છે કે, રાજ્યપાલજી તમે મને લખેલા પત્રમાં તેનો ઉલ્લેખ પણ કર્યો નથી.


10:51 AM: મુખ્યમંત્રી કમલનાથે રાજ્યપાલ લાલાજી ટંડનને પત્ર લખ્યો. આવી પરિસ્થિતિમાં બહુમતી પરીક્ષણ કરવી ગેરબંધારણીય જણાવી હતી. બધારણીય આર્ટિકલ 163 (1) અને આર્ટિકલ 175નો સંદર્ભ આપ્યો હતો.


કોરોના પર રાજસ્થાનથી આવ્યા રાહતના સમાચાર, વાયરસથી પીડિત 3 લોકો થયા સ્વસ્થ


10:43 AM: મુખ્યમંત્રી કમલનાથે સંપૂર્ણ ઓપરેશનની જવાબદારી તેમના હાથમાં લીધી છે. મેરિયટમાં રોકાયેલા કોંગ્રેસી ધારાસભ્ય અને વરિષ્ઠ નેતાઓથી કમલનાથે મુલાકાત કરી હતી.


10:39 AM: મધ્ય પ્રદેશ વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્ય પહોંચી ગયા છે. રાજ્યપાલના બજેટ સંબોધન થશે ત્યારબાદ ભાજપ ફ્લોર ટેસ્ટની માગ કરશે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...