નવી દિલ્હી/ ભોપાલ: ઉર્દૂના જાણિતા શાયરે લખ્યું છે કે એક માતા પોતાના બાળકને ક્યારેય ભૂલી શકતી નથી. માતા ભાવનાઓને ઇંદ્રધનુષ્યને પોતાનામાં સમેટી રાખનાર નામ છે. તો બીજી તરફ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. ભોપાલ જીલ્લા કાનૂની સત્તામાં એક બાળક પર બે મહિલાઓએ પોતાનું બાળક હોવાનો દાવો રજૂ કર્યો છે. મહિલાઓએ પોતાનું બાળક હોવાનો દાવો રજૂ કર્યો છે. મહિલાઓનું કહેવું છે કે તેમણે જ બાળકને જન્મ આપ્યો છે. સ્થાનિક સમાચારપત્રમાં છપાયેલા સમાચાર અનુસાર બાળકની ઉંમર એક વર્ષની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલાના પરિજનોએ લોકલાજ્ના ડરથી બાળકને દત્તક લીધું
જીલ્લા કાનૂની સત્તામાં બાળક પર દાવો કરનાર પહેલી મહિલાએ ફરિયાદમાં કહ્યું કે તે શિક્ષિકા છે અને બાળકને વિદેશી ભાષા શિખવાડે છે. મહિલાને એક છોકરા સાથે પ્રેમ હતો અને તે તેની સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. આ દરમિયાન તે ગર્ભવતી થઇ ગઇ. મહિલાને ગર્ભવતી થવાની વાત ખબર પડતાં તેનો પ્રેમી તેને છોડીને જતો રહ્યો. બાળકના જન્મ બાદ મહિલાના પરિજનોએ સમાજમાં બેઇજ્જતીથી બચવા માટે બાળકને એક દંપતિને આપી દીધું. મહિલાના અનુસાર તે ડિપ્રેશનનો શિકાર થઇ ગઇ અને તેને સાનભાન ગુમાવી દીધું. જોકે તેના પરિજનોએ તેને સાંત્વના આપી હતી કે તેનું બાળક સુરક્ષિત છે. મહિલાનું કહેવું છે કે ડિપ્રેશનથી બહારથી નિકળ્યા બાદ તે દંપતિ પાસેથી પોતાનું બાળક માંગવા પહોંચી તો, તેણે ના પાડી દીધી. મહિલાના અનુસાર તે છ મહિનાથી બાળકને મેળવવા માટે ભટકી રહી હતી.

અમદાવાદ સહિત ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી અતિભારે વરસાદની આગાહી


કોઇને પણ પૂછી લો, બાળક મારું છું- બીજી મહિલાનો દાવો
જીલ્લા કાનૂની સત્તાના સચિવ આશુતોષ મિશ્રાના અનુસાર બાળક પર પોતાનો દાવો રજૂ કરનાર મહિલાનું કહેવું છે કે બાળકને તેણે જન્મ આપ્યો છે. કોલોનીમાં રહેતા બધા લોકો આ વાત જાણે છે. મહિલાનું કહેવું છે કે તે પોતાના બાળકને કોઇપણ પરિસ્થિતિમાં નહી છોડે. સ્થાનિક સમાચારમાં છપાયેલા સમચારનું માનીએ તો બાળક પણ તે મહિલા બિના રહેતું નથી અને સતત રડે છે. તો બીજી તરફ જીલ્લા કાનૂની સત્તાએ હકિકત જાણવા માટે બાળકનો ટીએનએ ટેસ્ટ કરાવવાનો નિર્દેશ કર્યો છે. જોગવાઇ અનુસાર સચિવનું કહેવું છે કે બંને મહિલાઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ બાળકને તેની અસલી માતાને સોંપવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ બે-ત્રણ દિવસમાં આવી જશે. 


શું છે દત્તક લેવાનો નિયમ
જેજે એક્ટ અને કેંદ્રીય દત્તક ગ્રહણ જોગવાઇ (કારા) દ્વારા બાળકને દત્તક લેનાર લોકો માટે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. આ ગાઇડલાઇન અનુસાર કોઇપણ બાળકને દત્તક લેવા માટે તમારે કોર્ટમાં અરજી કરવી પડશે. દત્તક લેનાર વ્યક્તિ સાધારણ રીતે કોઇપણ બાળકને દત્તક લઇ ન શકે. વ્યક્તિને પરસ્પર સહમતિ બાદ કોર્ટમાં અરજી કરવી પડશે.