છત્તરપુર: મધ્ય પ્રદેશના છતરપુરમાં ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી બાદશાહ સિંહના પુત્રના તિલકોત્સવ સમારોહમાં વધુ પડતા આનંદમાં ફાયરિંગ કરી નાખવામાં આવ્યું જેનો એક વીડિયો વાઈરલ થયો છે. ફાયરિંગમાં ભાજપ યુવા મોરચાના મહામંત્રી બ્રજેન્દ્ર સિંહ ઉર્ફે બોબીને પેટમાં ગોળી વાગી છે. અકસ્માત બાદ બ્રજેન્દ્ર સિંહને તરત હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં. જ્યાં ડોક્ટરની ટીમે રાતના જ ઓપરેશન કરીને ગોળી કાઢી નાખી અને હવે બોબી રાજાની હાલત પહેલા કરતા સારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ભારત અને વિશ્વને ગાંધીની જરૂર કેમ છે?', PM મોદીએ લેખ લખીને દુનિયાને સમજાવ્યું


આ ઘટના 29 સપ્ટેમ્બરની છે જ્યારે પૂર્વ મંત્રી  બાદશાહ સિંહના પુત્રનો મધ્ય પ્રદેશના છતરપુરમાં તિલકોત્સવ ચાલી રહ્યો હતો. આવામાં આ ઘટનાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે પૂર્વ મંત્રીના પુત્રના તિલકોત્સવમાં કાયદા વ્યવસ્થાને નેવે મૂકવામાં આવ્યાં છે અને કાર્યક્રમમાં હર્ષ ફાયરિંગ થઈ રહ્યું છે. ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે હાઈ પ્રોફાઈલ કેસ હોવાના કારણે ફક્ત અજ્ઞાત પર મામલો નોંધ્યો છે. 


જુઓ VIDEO


PM મોદીએ રાજઘાટ જઈને મહાત્મા ગાંધીજી અને વિજય ઘાટ પર શાસ્ત્રીજીને આપી શ્રદ્ધાંજલિ


હર્ષ ફાયરિંગ દરમિયાન જન પ્રતિનિધિઓ ઉપરાંત બડામલેહરા પોલીસ  પણ હાજર હતી. પરંતુ સત્તાની તાકાતનો નજારો ચાલતો રહ્યો. બોબીને ગોળી વાગતા જ કોંગ્રેસના ધારાસભ્ય અને બાદશાહ સિંહ સહિત ભાજપના નેતા જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતાં. બાદમાં ઘાયલ યુવકને એક પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો.  


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...