ભોપાલ : મધ્યપ્રદેશની ઠંડી હવામાં પણ ચૂંટણીની ગરમી સ્પષ્ટ વર્તાઇ રહી છે. ભાજપ હોય કે કોંગ્રેસ બંન્ને મુખ્ય દળોના નેતાઓ વચ્ચે સીટો પર દાવેદારો નોંધાવવા મુદ્દે આંતરિક સંઘર્ષ ઉપરાંત બહાર વિપક્ષ સામે પોતાનું શક્તિ પ્રદર્શન ચાલી રહ્યું છે. ભોલાલ અને દિલ્હી વચ્ચે નેતાઓની આવન જાવન વધી ગઇ છે. કેટલાક નેતાઓ પોતાનાં નામ આવ્યા તેનો આભાર પ્રકટ કરવા માટે તો જેમનાં નામ નથી આવ્યા તેવા નેતાઓ પોતાની નારાજગી વ્યક્ત કરવા માટે દિલ્હી તરફ દોડાદોડી કરી રહ્યા છે, સાથે સાથે ખાંડા ખખડાવીને પોતાની શક્તિનો પરિચય કરાવી રહ્યા છે. ચૂંટણીની તોડજોડ વચ્ચે ભાજપે ઉમા ભારતી વખતનો એક ટુચકો શોધી કાઢ્યો છે. જેના કારણે પક્ષમાં કોઇ ગાબડા ન પડે અને અસંતોષ પણ ડામી શકાય.

ભાજપે ફરીથી ઉમા ભારતીના સમયનો ટુચકો અજમાવ્યો
ભોપાલ ખાતે ભાજપ મુખ્યમથકના મુખ્ય દ્વાર નજીક આ ટુચકા હેઠળ પાણીની ટાંકી બનાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ કાર્યાલયમાં પાણીની ટાંકી પહેલીવાર બની છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાપ કાર્યાલયમાં આ પાણીની ટાંકી પહેલીવાર નથી બની. ઉમા ભારતીના સમયમાં 2003ની પહેલા પણ આ સ્થળે પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. જો કે ત્યાર બાદ તેને તોડીને ત્યાં સુરક્ષા કર્મચારીઓ માટે એક રૂમ બનાવી દીધો હતો. હવે જ્યારે ચૂંટણી માથે છે અને કેટલાક મોટા ચહેરાઓ પાર્ટી છોડવાની તૈયારીમાં છે અને આંતરિક બળવાની આશંકા છે. તે સમયે ભાજપે પોતાનો જુના ટુચકાને એકવાર ફરીથી અજમાવવાનો પ્રયાસ કર્યો છે. 

પ્રદર્શનો અને બળવાને રોકવા માટે બનાવાઇ ટાંકી
ભાજપ મુખ્યમથક પાસે બનેલા સુરક્ષાકર્મચારીઓનાં રૂમને તોડી દેવામાં આવ્યું છે અને ત્યાં ફરીથી પાણીની ટાંકી બનાવી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આ પાણીની ટાંકી ભાજપ ઓફીસમાં ટીકિટોની વહેંચણી મુદ્દે થઇ રહેલા પ્રદર્શનો અને બળવાને અટકાવવા માટે બનાવાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ અત્યાર સુધી 230 વિધાનસભા સીટોમાં 176 સીટો પર પોતાના ઉમેદવાર ઉતારી દીધા છે. પહેલી યાદી ઇશ્યુ કરવાથી સતત ઉઠી રહેલા બળવાના સુરોના મુદ્દે ભાજપ સતર્ક થઇ ચુકી છે.