EXCLUSIVE: કોંગ્રેસ પાસે કાર્યકર્તા નથી, BJP સત્તાનો હક ગુમાવી ચુક્યું છે: અજિત જોગી
જનતા કોંગ્રેસના અમિત જોગીએ કહ્યું કે, કોંગ્રેસ એક ડુબી રહેલું જહાજ છે અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં તે ડુબે તે નિશ્ચિત છે
નવી દિલ્હી : જનતા કોંગ્રેસના વડા અજીત જોગીએ ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી 2018નાં સમીકરણોને બદલી દીધી છે. કોંગ્રેસ જ્યારે એક તરફ અજીત જોગીની પાર્ટી જનતા કોંગ્રેસ પર ભાજપની બી-ટીમ થવાનાં આરોપો લાગી રહ્યા છે, બીજી તરફ ભાજપે અજીત જોગી પર બસપાનાં હાથની કઠપુતળી બનાવાનો આરોપ લગાવ્યો છે. વિધાનસભા ચૂંટણી 2018 પહેલા રાજ્યની બદલાઇ રહેલા મિજાજ અંગે Zee Digitalનાં પ્રિંસિપર કોરસ્પોન્ડેંટ અનૂપ કુમાર મિશ્રએ જનતા કોંગ્રેસના સહ સંસ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગી સાથે વાતચીત કરી. પ્રસ્તુત છે વાતચીતનાં મહત્વનાં અંશ :
પ્રશ્ન : ક્યારેક મુખ્યમંત્રી ડૉ. રમણસિંહને પડકારવાની વાત કરનારા અજીત જોગી હવે ચૂંટણી નથી લડી રહ્યા તેનું કારણ ?
અમિત જોગી: આ નિર્ણય સમય અનુસાર બદલાતી જરૂરિયાતોને જોતા લેવામાં આવ્યો છે. તેમણે જ્યારે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી ત્યારે અમારી પાર્ટીના કોઇ પણ રાજનૈતિક દળની સાથે ગઠબંધન નહોતું ખયું. હાલનાં સયયે અમારૂ ગઠબંધન બસપા અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (CPI) સાથે છે. બસપા અને સીપીઆઇના નેતાઓનું માનવું હતું કે તેમને એક સીટ પર સીમિત નહી રહેવું જોઇએ. તેમને 90 વિધાનસભા ક્ષેત્રોમાં ગઠબંધનની તરફથી લડી રહેલા તમામ ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરવો જોઇએ. હાલની પરિસ્થિતીમાં ગઠબંધનને મજબુત અજીત જોગીએ ચૂંટણી નહી લડવાનો નિર્ણય કર્યો છે.
પ્રશ્ન : અજીત જોગીની ચૂંટણી નહી લડવાથી ગઠબંધન કઇ રીતે મજબુત થઇ ?
અમિત જોગી: ગઠબંધન બાદ પરિસ્થિતીઓ બદલે છે. કેટલાક સ્થલો પર લોકોને પોતાનાં ઉમેદવારોને ડ્રોપ કરીને બસપાનાં ઉમેદવારોને લાવવા પડ્યા છે. તેમના પક્ષમાં નવેસરથી પ્રચાર કરવો પડશે. જો અજીત જોગી એક સીટ પરથી લડે, ભલે મુખ્યમંત્રીની સીટથી લડે, તો તેમને ઓછામાં ઓછા છ દિવસ તો ફાળવવા પડશે. આ દિવસોમાં એક દિવસમાં 4 વિધાનસભા ક્ષેત્રમાં સભાઓ કરી રહ્યા છે. આ દ્રષ્ટીએ 6 દિવસમાં સ્પષ્ટ રીતે 24 વિધાનસભા વિસ્તારો પર અસર પડે. હવે તેઓ પોતાનો સમય તે ક્ષેત્રો પર આપી શકશે, જ્યાં સમયાભાવના કારણે તેઓ હાજરી નહોતા આપી શકતા.
પ્રશ્ન : એવા કયા વિસ્તારો છે, જ્યાં તમે સીધું ધ્યાન નથી આપી શકતા, અજીત જોગી ચૂંટણી ન લડીને આ વિસ્તારોમાં પકડ મજબુત કરવા માંગે છે.
અમિત જોગી : પહેલા તબક્કામાં બસ્તર અંતર્ગત આવનારા ક્ષેત્ર ખાસ કરીને પ્રભાવિત થઇ રહ્યા હતા. સમય અભાવનાં કારણે અમિત જોગી અત્યાર સુધી બસ્તર વિસ્તારમાં નહોતા જઇ શકતા. હવે કમ્યુનિસ્ટ પાર્ટી ત્યાંથી 4 ઉમેદવારો ઉભા રાખ્યા છે. તેમનાં પક્ષમાં પ્રચાર કરવા માંગે છે. અમે બસપાનાં ઉમેદવારો માટે પણ પ્રચાર કરવો પડી રહ્યો છે. તેમની પરિસ્થિતીને જોતા આ નિર્ણય કરવામાં આવ્યો હતો કે અજીત જોગી કોઇ પણ સીટ પરથી ચૂંટણી નહી લડે. તેઓ 90 વિધાનસભા વિસ્તારો માટે પ્રચાર કરશે. જો કે ચૂંટણી તેમના ચહેરા પર જ લડાઇ રહી છે માટે તેઓ તમામ 90 વિધાનસક્ષા ક્ષેત્રોમાંથી ચૂંટણી લડી રહ્યા છે.
પ્રશ્ન : બસપાની સાથે તમારી પાર્ટીએ કમ્યુનિસ્ટ પાર્ટીની સાથે પણ ગઠબંધન કર્યું છે. કમ્યુનિસ્ટ પાર્ટીનો સાથ તમને સત્તાની કેટલી નજીક પહોંચાડી શકશે.
અમિત જોગી : છત્તીસગઢમાં બસપા અને જનતા કોંગ્રેસ છત્તીસગઢ (જે)ના ગઠબંધનની લોકપ્રિયતાને જોતા સીપીઆઇએ ગઠબંધનના સમાવિષ્ય થવાનો નિર્ણય કર્યો છે. સીપીઆઇનો સાથ મળ્યા બાદ અમારા ગઠબંધનને બસ્તર, સરગુજા અને ભિલાઇ અંતર્ગત આવનારા વિધાનસભા ક્ષેત્રોમાં મજબુતી મળશે. મજુર અને ખેડૂત વર્ગની વચ્ચે અમારા ગઠબંધનની શક્તિ વધશે. બસ્તર વિસ્તાર અંતર્ગટ આવનારા કોટા અને દંતેવાડા વિધાનસક્ષા ક્ષેત્રોમાં શરૂઆતથી સીબીઆઇ મજબુત સ્થિતી રહી છે. સીપીઆઇનો સાથ મળ્યા બાદ અમારા ગઠબંધનની શક્તિ બમણી થઇ ચુકી છે.
પ્રશ્ન : ભાજપનો આરોપ છે કે અત્યાર સુધી અજીત જોગી દિલ્હીનાં ઇશારે કામ કરી રહ્યા હતા, હવે તેમનું રિમોટ કંટ્રોલ લખનઉ પહોંચી ગયું છે.
અમિત જોગી : છત્તીસગઢનાં નિર્ણય ન તો લખનઉથી લેવાશે ન તો પશ્ચિમ બંગાળથી લેવાશે. અમારૂ રિમોટ શરૂઆતથી અમારી પાસે હતું અને ભવિષ્યમાં પણ અમારી પાસે જ રહેશે. તમે અમારો ચૂંટણી ઢંઢેરો વાંચો, જે મહાગઠબંધનનો ન માત્ર જોઇન્ટ સ્ટેટમેન્ટ છે, પરંતુ ઝડપથી તેને કોમન મિનિમમ પ્રોગ્રામ સ્વરૂપ પણ આપવામાં આવી શકે છે. તેમાં સ્પષ્ટ રીતે પહેલી વાત લખી છે કે છત્તીસગઢનાં તમામ નિર્ણય છત્તીસગઢમાં છત્તીસગઢની જનતા દ્વારા જ લેવાશે. અમે કમિટેડ છીએ કે અમારી સરકાર બનશે તો ખેડૂતોનું અનાજ 2500 રૂપિયા ટેકાનાં ભાવે ખરીદીશું. અમે કમિટેડ છીએ કે અહીં જેટલી પણ સ્થાનિક પોસ્ટ છે તેમાં 100 ટકા સ્થાનિક લોકોને અનામત હશે.
પ્રશ્ન : તમે જે બે પ્રાથમિકતાઓને ગણાવી છે, તે પ્રાથમિકતાઓ પણ ગઠબંધન પાસેથી પહેલા નિશ્ચિત થઇ હતી. ગઠબંધનની મજબુરીના કારણે ક્યાંય આ પ્રાથમિકતાઓ તો નહી બદલી જાય.
અમિત જોગી : અમેહાલ જે કમિટમેંટ કરી રહ્યા છીએ તેમાં બહુજન સમાજવાદી પાર્ટી અને સીપીએમની સહમતી પણ છે. તેમાં કોઇ સંશય નથી. અમારા નેતાઓએ પોતાનાં કમિટમેંટ ચૂંટણી ઢંઢેરા દ્વારા જ જનતાની વચ્ચે નથી રાખ્યા. અમે પોતાનાં વચનને હલફનામું કોર્ટમાં આપ્યું છે. સરકાર બનાવવા અંગે જો અમે પોતાનાં વચનોને પુરા નથી કરતા, તો કોઇ પણ વ્યક્તિ અમને કોર્ટમાં લઇ જઇ શકે છે. બીજી તરફ આ ગઠબંધનની બીજી મહત્વપુર્ણ વાત છે કઅ અમે દરબારી હેસિયતથી નહી પરંતુ બરાબરીની હેસિયતથી દિલ્હી આવવા માંગીએ છીએ.
પ્રશ્ન : કોંગ્રેસનો આરોપ છે કે જોગી પોતાનાં નિર્ણયોથી મુખ્યમંત્રી ડૉ.રમણ સિંહનું ઋણ ઉતારી રહ્યા છે. આ આરોપો અંગે તમે શું કહેશો.
અમિત જોગી : કોંગ્રેસ એક ડુબી રહેલું જહાજ છે, છત્તીસગઢમાં તે ડુબે તે લગભગ નિશ્ચિત છે. એવામાં કોંગ્રેસનાં નેતા આ પ્રકારની વાતો કરીને જનતાને ગુમરાહ કરવાનો અસફળ પ્રયાસ કરી રહ્યા છે. જ્યાં સુધી રમણસિંહના નેતૃત્વવાળી ભાજપ સરકારની વાત છે તો મુખ્યમંત્રી છેલ્લા 15 વર્ષોમાં છત્તીસગઢમાં ગરીબી રેખાની નીચે જીવી રહેલા મજબુર લોકો માટે કંઇ પણ કરી શક્યા નથી. આજે પણ રાજ્યનાં 50 ટકા લોકો ગરીબીમાં સબડે છે. એવામાં રમણસિંહને મુખ્યમંત્રી રહેવાનો કોઇ જ અધિકાર નથી.