કોંગ્રેસમાં ધરખમ ફેરફાર: 5 રાજ્યોમાં સ્ક્રીનિંગ કમિટીની રચના કરાઇ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીની જવાબદારીમાં મોટુ પરિવર્તન કરતા વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેને મહારાષ્ટ્ર કોંગ્રેસની જવાબદારી સોંપી છે. જ્યારે જેડી સલેમન અને મહેન્દ્ર જોશીને પણ મોટી જવાબદારી સોંપી છે. રાહુલે જેડી સીલમન અને મહેન્દ્ર જોશીને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સચિવ બનાવ્યા છે, તો શશિકાંત શર્માને સંયુક્ત સચિવ નિયુક્ત કર્યા છે.
નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીની જવાબદારીમાં મોટુ પરિવર્તન કરતા વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેને મહારાષ્ટ્ર કોંગ્રેસની જવાબદારી સોંપી છે. જ્યારે જેડી સલેમન અને મહેન્દ્ર જોશીને પણ મોટી જવાબદારી સોંપી છે. રાહુલે જેડી સીલમન અને મહેન્દ્ર જોશીને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સચિવ બનાવ્યા છે, તો શશિકાંત શર્માને સંયુક્ત સચિવ નિયુક્ત કર્યા છે.
કોંગ્રેસે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ઓરિસ્સા અને મિઝોરમમાં સ્ક્રીનિંગ કમિટીની પણ રચના કરી છે. પુર્વ કેન્દ્રીય મંત્રી કુમારી શૈલજાને રાજસ્થાન, મધુસૂદન મિસ્ત્રીને મધ્યપ્રદેશ, ભુવનેશ્વર કલિતાને છત્તીસગઢની કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. લલિતેશ્વર ત્રિપાઠી અને શાકિર સનાદિને રાજસ્થાનની સમિતીના સભ્ય નિયુક્ત કરવાામાં આવ્યા છે. આ જ પ્રકારે નીતા ડિસૂજા અને અજય કુમાર લાલુને મધ્યપ્રદેશ, રોહિત ચોધરી અને અશ્વિન કોતવાલને છત્તીસગઢની કમિટીનાં સભ્ય બનાવવામાં આવ્યા છે.
વીડી સતીશને ઓરિસ્સાની સ્ક્રીનિંગ કમિટીનાં અધ્યક્ષ, જીતન પ્રસાદ અને નૌશાદ સોલંકીને સભ્ય બનાવવામાં આવ્યા છે. લુઇજિન્હો ફ્લેરિયોને મિઝોરમની કમિટીનાં અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ જ્યારથી કોંગ્રેસનું સુકાન સંભાળ્યુ છે ત્યારથી કેટલાક પરિવર્તનો ચાલુ કર્યા છે. જેમાં યુવાનોને ખાસ તક આપવાની સાથે વર્ષોથી એકનાં એક પદ પર બેઠેલા કદ્દાવર નેતાઓએ કદ એટલા વેતરી પણ નાખવામાં આવ્યા છે. અને નવા નેતાઓને તક આપવામાં આવી રહી છે.