ભોપાલ : મધ્યપ્રદેશનાં ચૂંટણી પરિણામોમાં બુરહાનપુરથી ચૂંટણી હારેલા શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વવાળી ભાજપ સરકારમાં હાઇપ્રોફાઇલ મંત્રી રહી ચુકેલાઅર્ચના ચિટનીસે બુધવારે રાત્રે આભાર સભામાં વિવાદિત નિવેદન આપ્યું હતું. ચિટનીસે કહ્યું કે, જે કમાલ મે સત્તામાં રહીને કર્યો તેવો જ રોલ હું સત્તામાં નહી રહેવા છતા પણ કરી શકુ છું. જે લોકોએ મને મત આપ્યા તેમનું માથુ ઝુકવા નહી ધઉ અને જે લોકોએ ભુલચુકમાં કે કોઇ અન્ય કારણથી મને વોટ નથી આપ્યો તેમને જો હું રાતા પાણીએ ન રોવડાવું તો મારૂ નામ અર્ચના ચિટનીસ નહી. તે લોકો પછતાશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુરહાનપુર જિલ્લાની બંન્ને વિધાનસભા સીટ પર ભાજપનાં ઉમેદવારોનો પરાજયની તુલનાએ નોટાનાં મત વધારે હતા. બુરહાનપુર વિધાનસક્ષા ક્ષેત્રમાં ભાજપ ઉમેદવાર અર્ચના ચીટનીસ 5120 મતથી અપક્ષ ઉમેદવાર પ્રત્યાશી ઠાકુર થી હારી ગયા. જો કે અહીં નોટાને મળેલા મતનું અંતર પણ ઘણુ વધારે રહ્યું હતું. 

બુરહાનપુર વિધાનસભા સીટ પર નોટાનાં કુલ 5724 મત મળ્યાહ તા. આ સ્થિતી બુરહાનપુર જિલ્લાનાં નેપાનગર વિધાનસભા સીટ પર પણ રહી હતી. અહીં ભાજપનાં ઉમેદવાર મંજુ દાદુને કોંગ્રેસનાં ઉમેદવાર સુમિત્રા કાસ્ડેકરે આશરે 1265 મતથી હરાવ્યા અને અહીં નોટાને આશરે 2552 મત મળ્યા હતા. જે અહીંની જીત-હારના અંતર કરતા પણ વધારે હતું.