PM મોદીની આયુષ્માન બદલે કમલનાથ લાવશે મહા આયુષ્માન, આ ફાયદો થશે
મધ્યપ્રદેશ સરકાર હવે આયુષ્માન યોજનાની આગળ મહા આયુષ્માન યોજના લાવવાનું આયોજન કરી રહી છે
નવી દિલ્હી : મધ્યપ્રદેશ સરકાર હવે આયુષ્માન યોજનાથી આગળ મહા આયુષ્માન યોજના લાવવામાં આવી રહી છે. 15 ઓગષ્ટથી આ યોજનાની શરૂઆત કરવાનું ટાર્ગેટ રાખવામાં આવ્યું છે. સરકારની મંશા છેકે આયુષ્માન યોજનાથી આગળનું કામ પણ સાથે જ ચાલુ કરવામાં આવે. તેની પાછળનો તર્ક આપવામાં આવી રહ્યો છે કે, આયુષમાન યોજના અધુરી છે, તેને કોંગ્રેસ સરકાર મોટા ટાર્ગેટ સાથે પુર્ણ કરશે. તેમાં મધ્યપ્રદેશ સરકાર પ્રદેશવાસીઓને સ્વાસ્થયનો અધિકાર હેઠળ સમાવેશ કરશે. એટલે કે મહા આયુષ્માનમાં માત્ર ગરીબ નહી, પરંતુ પ્રદેશનું દરેક બાશિંદા તેના વર્તુળમાં આવશે અને તેને મુફ્ત સારવારની સુવિધા મળશે. આ યોજનાને મોદીની યોજનાની ઓવર લેપિંગ પણ ગણાવવામાં આવી રહ્યું છે.
J&K માં 6 મહિના માટે વધ્યું રાષ્ટ્રપતિ શાસન, અનામત વિધેયકને રાજ્યસભાની મંજુરી
48 લાખ પરિવારને મળશે ફાયદો
આયુષ્માનમાં સારવારનો હક માત્ર ગરીબો પાસે છે. મધ્યપ્રદેશમાં તેના હેઠળ 1.40 હજાર ગરીબ પરિવારોને તેનો ફાયદો મળે છે. જો કે મહા આયુષમાનમાં ગરીબ ઉપરાંત મિડલ અને અપર ક્લાસને પણ આ વર્તુળમાં સમાવેશ કરવામાં આવશે. પ્રદેશનાં આશરે 48 લાખ પરિવારોને તેનો ફાયદો મળશે. સરકાર આ તર્કની સાથે મહા આયુષ્માનની તૈયારી કરી રહ્યા છે કે તે ઉપરાંત તેણે અલગ-અલગ પ્રદેશમાં આયુષ્માન યોજનાનો રિપોર્ટ લીધો અને ત્યાર બાદ રાઇટ ટુ હેલ્થની મંશા મુદ્દે મહા આયુષ્માનની તૈયારી પુર્ણ કરી લીધી છે.
કર્ણાટકમાં કોંગ્રેસનાં બે ધારાસભ્યોએ આપ્યું રાજીનામું, હજી વધુ ધારાસભ્ય છોડશે સાથ
હવાથી દોડશે બાઇક: 1 રૂપિયામાં 8 કિલોમીટર દોડશે આ સ્પોર્ટ બાઇક
વિપક્ષનો આરોપ, સાત મહિનામાં એક પણ વાયદો પુર્ણ નથી થયો
મહા આયુષ્માન યોજના અંગે ભાજપે સરકારની મંશા પર નિશાન સાધ્યું છે. ભાજપ સરકારમાં મંત્રી રહેલા ઉમાશંકર ગુપ્તાએ કહ્યું કે, એક મંત્રી રાઇટ ટુ હેલ્થની વાત કરી રહ્યા છે અને બીજા ડોક્ટરોને લતાડી રહ્યા છે. આ વર્તુળ એવું છે કે સરકાર યોજનાના નિષ્ફળ થવા અંગે અત્યારથી જ બહાનેબાજી કરવા લાગ્યા છે. ગુપ્તાએ કહ્યું કે ગત્ત સાત મહિના દરમિયાન માત્ર કોંગ્રેસ સરકાર કહેવાનું કામ જ કરી રહ્યા છે, કરીને કાંઇ પણ દેખાડી નથી રહી. કોંગ્રેસ સાત મહિનામાં એક પણ વાયદો નિભાવી શક્યા નથી અને હવે ડોક્ટરનાં માથે ઠીકરુ ફોડવામાં આવી રહ્યું છે. સ્પષ્ટ છે કે આ યોજના નિષ્ફળ થવા અંગે પણ કહેવામાં આવશે.
જાયરાને તેના બોયફ્રેંડે બોલિવુડ છોડવાનું કહ્યું હોય તેવું પણ બને: ફારુક અબ્દુલ્લા
ગુપ્તાએ કહ્યું કે, સરકાર ડોક્ટર સાથે કામ કરાવે. તેમણે કહ્યું કે, આયુષમાન યોજનાની હશ્ર ખેડુત દેવા માફી જેવું થશે. દેવુ માફ ખેડૂતોને સહકારી સમિતીએ નોડ્યુલ્સ સર્ટિફિકેટ નહી આપે. દેવા માફ ખેડૂતોને સહકારી સમિતીઓએ નોડયુલ્સ સર્ટિફિકેટ નથી આપ્યા. તેના કારણે હવે તેમની પાસે ખાદ્ય બીજ નથી મળી રહ્યું. કોંગ્રેસે વળતો પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે ભાજપનાં શાસનકાળમાં સ્વાસ્થય સુવિધાઓનું કબાડુ થઇ ગયું હતું. હવે બધાને સારવારનાં અધિકાર દ્વારા કોંગ્રેસ સરકાર નવા ઇરાદા સાથે કામ કરવા માંગી રહી છે. કોંગ્રેસ પ્રવક્તા પંકજ ચતુર્વેદીએ આરોપ લગાવ્યો કે બધાને સારવાર મુદ્દે ભાજપના વખાણ કરવા જોઇએ. તેના પેટમાં દુખી રહ્યું છે. કોંગ્રેસની કમલનાથ સરકારની મંશા છેકે માત્ર સારવારનાં નામે ઔપચારિકતા ન થાય. પરંતુ બધાને સારવાર અને સારી સારવાર આપવામાં આવે.
મનોજ તિવારીએ કેજરીવાલ સરકાર પર લગાવ્યો 2000 કરોડના ગોટાળાનો આરોપ
આ છે મહા આયુષ્માન યોજના
- આયુષમાન યોજનામાં મફત સારવારની સીમા 5 લાખ, મહા આયુષ્માનમાં 7.5 લાખ.
- આયુષ્માનમાં ફાયદો 1.40 લાખ પરિવારને, મહા આયુષ્માનમાં 1.88 કરોડ પરિવારને ફાયદો.
- મિડક ક્લાસ અપર ક્લાસ પરિવારોને 2.5 લાખની વિમા કવર.
- તમામ પરિવારોને દુર્ઘટના વીમાને પણ ફાયદો મળશે, આયુષ્માનમાં આ પ્રાવધાન નહી.
- મિડલ અને અપર ક્લાસને સામાન્ય પ્રીમિયમ ચુકવવું પડશે, આયુષ્માનમાં આ પ્રાવધાન નહી.
- આયુષ્માનથી રાજ્યના બજેટ 1470 કરોડ, મહા આયુષ્માનમાં 1570 પ્રાવધાન.
- કમલનાથ સરકારની મંશા માત્ર ગરીબ નહી, તમામને મળે સારવારની સુવિધા.
- સરકારી હોસ્પિટલની સાથે પસંદગી ખાનગી હોસ્પિટલમાં મફત સારવારનું લક્ષ્ય.