ઇન્દોર : મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને પોતાનાં જ પરિવાર તરફથી મોટો ઝટકો મળ્યો છે. શનિવારે મુખ્યમંત્રીના સાળા સંજય સિંહ એમપી કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઇ ગયા. કોંગ્રેસમાં જોડાયાની સાથે જ તેમણે એમપીના મુખ્યમંત્રી પદ માટે કમલનાથનો પક્ષ ખેંચ્યો.  સંજય સિંહે કહ્યું કે હાલ મધ્યપ્રદેશને શિવરાજની નહી નાથની જરૂર છે. સંજય સિંહે કહ્યું કે, મધ્યપ્રદેશમાં શિવરાજનું રહસ્ય ઘણુ થઇ ચુક્યું છે. સંજય સિંહે કહ્યું કે, મધ્યપ્રદેશ શિવરાજનું રાજ ઘણુ થઇ ચુક્યું છે. તેમણે 13 વર્ષ સુધી સત્તા સંભાળી છે અને હવે કમલનાથને સમય મળવો જોઇએ. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની પત્ની સાધના સિંહના ભાઇ સંજયસિંહે કહ્યું કે, એમપીના લોકો હાલ જેમની તરફ નજર રાખી રહ્યા છે તેઓ કમલનાથ છે, અને છિંદવાડા વિસ્તારમાં તેમના દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોને તમામ જાણે છે. સંજય સિંહના અનુસાર એક દિવસ એવો આવશે જ્યારે મધ્યપ્રદેશકમલનાથના નામથી ઓળખાશે. 

આ પ્રસંગે સંજય સિંહે રોજગારના મુદ્દે એમપીના મુખ્યમંત્રી શિવરાજસિંહની કડક આલોચના કરી. તેમણે કહ્યું કે, એમપીમાં ઇન્વેસ્ટર્સ સમિટ થયા પરંતુ તેનો કોઇ ફાયદો જોવા નથી મળી રહ્યું. અહીંના યુવકો હજી પણ બેરોજગાર છે. સંજય સિંહે એમપી ભાજપ દ્વારા ઇશ્યુ કરાયેલુ કેંડિડેટ્સનાં લિસ્ટ અંગે પણ પોતાનો ગુસ્સો ઉતાર્યો. સંજય સિંહે કહ્યું કે, એમપી ભાજપમાં કાર્યકર્તાઓને નજર અંદાજ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, અહીં કામદારોને કિનારે કરવામાં આવી રહ્યા છે અને નામદારોને ટિકિટ આપવામાં આવી છે. 

કમલનાથે કહ્યું કે, તેમને વિશ્વાસ છે કે જે નિષ્ઠા સાથે સંજય સિંહે ભાજપની સેવા કરી છે તે જ ભાવના સાથે તેઓ કોંગ્રેસ સાથે કામ કરશે. કમલનાથે કહ્યું કે, એમપીમાં વિકાસ થાય તેવા હેતુથી જ તેઓ કોંગ્રેસમાં જોડાયા છે. મધ્યપ્રદેશના વિકાસ માટે કોંગ્રેસની સરકાર આવે તે જરૂરી છે.