Usha Thakur Controversial Statement: મધ્ય પ્રદેશના સંસ્કૃતિ મંત્રી ઉષા ઠાકુરે નવરાત્રિના અવસરે થતા ગરબાના કાર્યક્રમોમાં મુસ્લિમોની એન્ટ્રી પર મોટું નિવેદન આપ્યું છે. આ દરમિયાન તેમણે સુરક્ષાની દ્રષ્ટિએ ગરબાના કાર્યક્રમમાં ઓળખ પત્ર જોઈને જ એન્ટ્રી આપવાનો મુદ્દો ઉઠાવ્યો. આ ઉપરાંત મંત્રી ઉષા ઠાકુરનું કહેવું છે કે ગરબાના કાર્યક્રમ મનોરંજન માટે નથી. મૂર્તિપૂજક બનવું હોય તો જ ગરબાના કાર્યક્રમમાં આવો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંસ્કૃતિ મંત્રીએ શું કહ્યું?
મધ્ય પ્રદેશના સંસ્કૃતિ મંત્રી ઉષા ઠાકુરે કહ્યું કે ગરબાના કાર્યક્રમમાં ઓળખ પત્ર જોઈને જ એન્ટ્રી આપવી જોઈએ. જો મુસ્લિમ મૂર્તિપૂજક બનવા માંગતા હોય તો જ ગરબાના કાર્યક્રમમાં આવે. ગરબાનો કાર્યક્રમ મનોરંજન માટે નથી. ઓળખ છૂપાવીને આવવાની જરૂર નથી. મુસ્લિમ એકલા ગરબાના કાર્યક્રમમાં ન આવે. સાથે તેમના માતા, બહેન, દીકરી વગેરેને પણ લઈને આવે. 


નવરાત્રિમાં થાય છે ગરબાનો કાર્યક્રમ
અત્રે જણાવવાનું કે નવરાત્રિ દરમિયાન પરંપરાગત ગરબા નૃત્યનું આયોજન થાય છે. નવરાત્રિનો 9 દિવસ સુધી ચાલે છે. આ વખતે નવરાત્રિ 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. આ પહેલા જ મધ્ય પ્રદેશના સંસ્કૃતિ મંત્રી ઉષા ઠાકુરે ગરબા કાર્યક્રમમાં એન્ટ્રીને લઈને મોટું નિવેદન આપ્યું છે. 


Mobile Blast: ચાર્જિંગમાં રાખેલા મોબાઈલ ફોને 8 મહિનાની માસૂમ બાળકીનો જીવ લીધો...હચમચાવી નાખતી ઘટના


ઓળખ પત્ર જરૂરી!
આ અગાઉ મંત્રી ઉષા ઠાકુરે કહ્યું હતું કે હવે ગરબા આયોજકો સતર્ક છે. ગરબામાં આવનારા લોકોએ ઓળખ પત્ર લાવવાનું રહેશે. ઓળખ પત્ર વગર કોઈને પણ મંજૂરી મળવી જોઈએ નહીં. આ બધા માટે સલાહ છે. નોંધનીય છે કે મંત્રી ઉષા ઠાકુરે એમ પણ કહ્યું હતું કે દેશમાં લવ જેહાદનું એક ષડયંત્ર ચાલતું હતું. ગરબામાં મનોરંજન માટે એન્ટ્રી મળશે નહીં. જો મુસ્લિમ મૂર્તિપૂજક બનવા માંગતા હોય તો તેઓ પોતાના પરિવાર સાથે ગરબાના કાર્યક્રમમાં આવે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube