માયાવતીના બેવડા બોલ, કોંગ્રેસ પાસેથી અમે સીટોની ભીખ નહીં માંગીએ
મધ્યપ્રદેશમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ હંમેશાં કહે છે કે તેઓ વિધાનસભાની ચૂંટણીમાં બીએસપીને સાથે રાખવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે.
લખનઉ: બહુજન સમાજ પાર્ટી (બીએસપી)ના પ્રમુખ માયાવતી કોંગ્રેસ સામે નારાજગી દેખાડતા મંગળવારે પત્રકારો સાથેની વાતચીતમાં માયાવતીએ બેવડા બોલ અંદાજમાં કહ્યું હતું કે બીએસપી સીટો માટે કોંગ્રેસની સામે ભીખ માંગશ નહીં. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની સાથે ગઠબંધનના સવાલ પર માયાવતીએ કહ્યું હતું કે અમે માત્ર સન્માનજનક સીટ આપવાની શરત રાખી હતી, પરંતુ તેમણે તે પણ સ્વીકાર નથી. માયાવતીએ સ્પષ્ટ કર્યું છે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ગઠબંધન ન થવા પર બીએસપી એકલા ચૂંટણીમાં ભાગ લેવા તૈયાર છે. અહીં નોંધનીય બાબત આ છે કે છત્તીસગઢમાં માયાવાતી પહેલા જ કોંગ્રેસથી અલગ જઇ અદિત જોગીની પાર્ટીની સાથે ગઠબંધન કર્યું છે.
માયાવતીએ આરોપ લગાવ્યો છે કે બીજેપી અને કોંગ્રેસ બન્ને મળીને બીએસપીને અશક્ત બનાવવા માંગે છે. તેમણે બીએસપીના કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે ચૂંટણીને જોઇને તૈયારીઓમાં લાગી જાય.
મધ્યપ્રદેશમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ હંમેશાં કહે છે કે તેઓ વિધાનસભાની ચૂંટણીમાં બીએસપીને સાથે રાખવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે.
માયાવતીએ દિગ્વિજયને ગણાવ્યા જવાબદાર
આ પહેલા પણ બીએસપીના પ્રમુથ માયાવતી કહી ચુક્યા છે કે રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સાથે ગઠબંધન નહી કરવામાં આવે. તેના માટે તેમને કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહને જવાબદાર ગાણવ્યા છે. તેમણે કહ્યું હતું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બીએસપીની સાથે ગઠબંધન કરવા માંગે છે, પરંતુ દિગ્વિદય સિંહના કારણે ગઠબંધન થઇ રહ્યું નથી. માયાવતીએ જાહેર કર્યું છે કે તેમની પાર્ટી રાજસ્થાન, છત્તિસગઢ અને મધ્યપ્રદેશમાં ક્ષેત્રીય પાર્ટિઓની સાથે મળીને ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે બીએસપીની મહિલા વિરોધી, મૂડીવાદીઓ સાથીઓ અને દમનકારી નીતિઓ નીતિઓની સામે અમારી પાર્ટીના ગઠબંધન કરવાનો નિર્ણય કર્યો છે.
માયાવતીએ કહ્યું હતું કે, જેમ તેમની પાર્ટીને કર્નાટક વિધાનસભા ચૂંટણીમાં ક્ષેત્રીય પાર્ટિઓની સાથે મળીને ચૂંટણી લડશે, તેવી રીતે તેઓ અન્ય રાજ્યોમાં કરશે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં બીએસપી પોતાના દમ પર ચૂંટણી લડશે. અમારું કોંગ્રેસ સાથો કોઇ ગઠબંધન નથી.
વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ ગુજરાતના ચૂંટણી પરિણામથી કોઇ પાઠ ભણ્યા નથી. પાછલા પરિણામોમાં સાફ દેખાઇ રહ્યું છે કે જ્યાં બીએસપીની સીધો મુકાબલો કોંગ્રેસ પાસે રહ્યો. ત્યાં બીએ,પીએ સરળતાથી જીત હાંસલ કરી હતી.
માયાવતીએ કહ્યું કે કોંગ્રેસને ગલતફેમી છે કે તેઓ એકલા જ બીએસપીની સામ, દામ, દંડ, ભેદ અને ઇવીએમ જેવી ચાલોથી ચાલીને જીત હાંસલ કરી લેશે, જે ઘણુ હાસ્યાસ્પદ છે.