નવી દિલ્હી : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી  શિવરાજસિંહ ચૌહાણે રવિવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. મુખ્યમંત્રી ચૌહાણે કહ્યું કે, રાહુલ ગાંધી ખેડૂતોને વચન આપ્યું છે કે તેઓ કોંગ્રેસની સરકાર બનશે તો 10 દિવસની અંદર દેવું માફ કરી દેશે. જો કોઇ કહે કે હું તમને ચાંદ તોડીને લાવી આપીશ તો સાચે માં શું તે તેવું કરી શકે ? બસ દેવા માફીનું વચન પણ કંઇક ચાંદ તોડી લાવવા જેવું જ કામ છે. કોંગ્રેસ અધ્યક્ષ હાલમાં ગમે તે બોલી રહ્યા છે. ભોલા લોકોને હથેળીમાં ચાંદ બતાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશ વિધાનસભાની 230 સીટો પર 28 નવેમ્બરે મતદાન યોજાવાનું છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ જીતવા માટે ટુચકા કરી રહ્યું છે
મુખ્યમંત્રી ચૌહાણે કોંગ્રેસ પાર્ટીની ઝાટકણી કાઢતા કહ્યું કે, કોંગ્રેસ સૌથી મોટી સાંપ્રદાયિક પાર્ટી છે. જ્યારે તેમને મુસ્લિમ વોટની જરૂર હોય છે કે ત્યારે મુસલમાન બને છે જ્યારે હિંદુ વોટની જરૂર હોય ત્યારે મંદિરમાં જઇને પુજા કરવા લાગે છે. આ લોકો ટુચકાઓ પણ કરે છે. કોંગ્રેસ સાંસદ જ્યોતિરાદિત્ય પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસનાં એક નેતા ટુચકા લીંબુ-મરચાની માળા પહેરીને ફરી રહ્યા છે. તેમણે મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથના સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયો અંગે કહ્યું કે, મતને ધર્મનાં આધારે વહેંચવામાં આવે તે ખોટી વાત છે. 

કમલનાથનો વીડિયો થઇ રહ્યો છે વાઇરલ
સોશિયલ મીડિયા પર કમલનાથનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ મુસ્લિમ વોટો મુદ્દે વાત કરતા જોવા મળે છે. કમલનાથે આ વીડિયામાં કહી રહ્યા છે કે જો મુસ્લિમ બુથો પર 90 ટકા મતનહી પડે તો કોંગ્રેસને ઘણુ મોટુ નુકસાન થશે. વીડિયોમાં કમલનાથ મુસ્લિમ સમુદાયનાં લોકો સાથે બેઠક કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે ગત્ત ચૂંટણીમાં મુસ્લિમ બુથો પર 50-60 ટકા મતદાન જ થયું હતું. જેથી જરૂરી છે કે આ ચૂંટણીમાં 90 ટકા મતદાન થાય.