ભોપાલ: મધ્ય પ્રદેશ વિધાનસભાની 230 બેઠકો માટે આજે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મતદાન થઈ રહ્યું છે. શાંતિપૂર્ણ મતદાન કરાવવા માટે ચૂંટણી પંચે ખુબ જ કડક બંદોબસ્ત કર્યો છે. પહેલીવાર રાજ્યમાં વીવીપેટ (VVPAT) દ્વારા મતદાન થઈ રહ્યું છે. આવામાં વોટિંગની તૈયારીઓને લઈને ઝી ન્યૂઝ ડિજિટલના ઓપિનિયન એડિટર પીયૂષ બબેલેએ રાજ્યના મુખ્ય ચૂંટણી પદાધિકારી વી એલ કાંતા રાવ સાથે  ખાસ વાતચીત કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવાલ: મધ્ય પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં એવી કઈ વાત નવી હશે જે આજ પહેલા કોઈ વિધાનસભા ચૂંટણીમાં નથી થઈ. 
જવાબ: મધ્ય પ્રદેશમાં આ વખતે વિધાનસભા ચૂંટણીમાં તમામ બૂથો પર વીવીપેટ મશીનનો ઉપયોગ થઈ રહ્યો છે. તેનાથી દરેક મતદાર જોઈ શકશે કે તેણે કયા ઉમેદવારને મત આપ્યો છે. આ પ્રક્રિયા લાગુ થવાથી વોટરોના મગજમાં પોતાના મતને લઈને જે અનિશ્ચિતતા હશે તો તે શંકા દૂર થશે. આ વખતે તમામ 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 


સવાલ: શું તમને લાગે છે કે તેનાથી ઈવીએમને લઈને થઈ રહેલા સવાલ ખતમ થઈ જશે.
જવાબ: ચૂંટણી પંચ પોતાના તરફથી સારી રીતે મતદાન સુનિશ્ચિત કરાવવા માટે પ્રતિબદ્ધ છે. દરેક બૂથ પર વીવીપેટ મશીનનો ઉપયોગ આ દિશામાં એક સકારાત્મક પગલું છે. જ્યાં સુધી સવાલોનો સવાલ છે તો તમે કોઈને પણ સવાલ ઉઠાવતા રોકી શકો નહીં. પરંતુ એટલું તો નક્કી છે કે ઈવીએમ મશીન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. અને તેને લઈને ખોટા ભ્રમ ફેલાવવામાં આવી રહ્યાં છે. 


સવાલ: આ વખતે તમે કઈંક વિશેષ એપનો ઉપયોગ કર્યો છે. આ એપથી ચૂંટણી વોટિંગમાં શું ફરક પડશે. 
જવાબ: અમે મુખ્ય રીતે બે એપનો ઉપયોગ કર્યો છે. જે વોટરો માટે કામની છે. મહિલાઓ અને નાના બાળકોની માતાઓ માટે છે. જેમાં તેઓ ઘરે બેઠા એપ દ્વારા પોતાના વોટિંગ પાસ મેળવી શકે છે. આ એપ દ્વારા માલુમ પડશે કે તેમણે કયા સમયે મતદાન કરવા માટે આવવાનું છે. આવામાં તેઓ લાઈનમાં ઊભા રહેવાથી બચી જશે. મધ્ય પ્રદેશમાં ચાર લાખથી વધુ મતદારોએ મતદાનના એક દિવસ પહેલા આ પ્રકારના પાસ કઢાવ્યાં છે. વિકલાંગ લોકો આ એપ પર પોતાના વાહનની માગણી કરી શકે છે અને પાસ પણ કઢાવી શકે છે. વિકલાંગ વ્યક્તિ માટે એક સહયોગી અને એક વાહન ચાલકનો પાસ સાથે જ નીકળશે. 


ક્લૂલેસ એપ દ્વારા લોકો ઘરે બેઠા વોટિંગના સમયે પોતાનું ટોકન કઢાવી શકે છે. અને લાઈનમાં ઊભા રહ્યાં વગર મતદાન કરી શકે છે. એક ત્રીજી એપ પણ છે જેને વોટિંગ પરસેન્ટ નામ આપવામાં આવ્યું છે. તેના પર સમયબદ્ધ રીતે કેટલું મતદાન થયું તેના પરસેન્ટ જાણી શકાશે. 


સવાલ: શું તમને લાગે છે કે આ પ્રયત્નોથી મધ્ય પ્રદેશમાં વોટિંગના પરસેન્ટ વધી જશે. 
જવાબ: આ નવા પ્રયત્નો ઉપરાંત મધ્યપ્રદેશમાં વોટરોને પ્રોત્સાહિત કરવા માટે બીજા પણ અનેક પગલા લેવામાં આવ્યાં છે. શહેરી વિસ્તારોમાં અનેક આ પ્રકારની સમસ્યાઓ આવે છે કે સંપન્ન તબક્કાના વોટરો મોટી સંખ્યામાં મતદાન કરવા આવતા નથી. આ વોટરોને સક્રિય કરવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું છે. અમને પૂરેપૂરી આશા છે કે ઈન્દોર ભોપાલ અને બીજા મહાનગરોમાં તેની સારી અસર થશે. ઓછી ટકાવારીનું એક કારણ ગામમાંથી પલાયન થતી વસ્તી પણ છે. આ વખતે એવી કોશિશ કરવામાં આવી છે કે પલાયન કરનારા લોકોને પણ મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવે. 


સવાલ: તમે પલાયન કરનારા લોકોને મતદાન માટે પ્રેરિત કરવાની વાત કરી રહ્યાં છો, પરંતુ અનેક ગામોમાં અને બૂથો પર લોકોએ મતદાનના બહિષ્કારની વાત કરી છે. તેનું શું કરશો. 
જવાબ: આ પ્રકારની ઘટનાઓ અનેક જગ્યાઓ પરથી સામે આવી નથી, ખંડવા જિલ્લાથી જરૂર આ પ્રકારની વાતો સામે આવી હતી. આથી ત્યાં મતદાનનો બહિષ્કાર રોકવા માટે વિશેષ મુહિમ ચલાવવામાં આવી છે. તમે લોકોએ જોયું હશે કે 28 નવેમ્બરના મતદાનમાં અમે આ તમામ સમસ્યાઓ પર કાબુ મેળવી લઈશું. 


સવાલ: તો આ રીતે તમે મતોની કેટલી ટકાવારી વધારી શકશો?
જવાબ: ગત વિધાનસભા ચૂંટણીમાં મધ્ય પ્રદેશમાં 72 ટકા મતદાન થયું હતુંય આ વખતે અમે 80 ટકા મતદાન થાય તેવી આશા રાખીએ છીએ. અમે 80 ટકા મતદાનનું લક્ષ્ય રાખ્યું છે. આ લક્ષ્ય એટલા માટે પણ હાસલ થશે કારણ કે મતદારોની સૂચિને સારી પેઠે ઠીક કરી લેવાઈ છે. ઓછા વોટિંગ માટે આ પણ એક કારણ હતું કે વિવાહ બાદ સાસરિયે ગયેલી મહિલાનું નામ તેમના સાસરાના મતદાન લિસ્ટમાં સામેલ થઈ શકતું નહતું. આ કામમાં વાર લાગતી હતી. પરંતુ આ વખતે આ કામ ગંભીરતાથી લેવાયું છે. આથી ગત વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં જ્યાં પુરુષ મતદારોની સંખ્યામાં 7.13 ટકાનો વધારો થયો છે  ત્યાં મહિલા મતદારોની સંખ્યામાં 9.40 ટકાનો વધારો થયો છે. પહેલા 1000 પુરુષ મતદારોની સામે 894 મહિલાઓ હતી જ્યારે હવે આ સંખ્યા 1000 પુરુષોની સામે 917 મહિલાઓ થઈ છે. મને લાગે છે કે આ બધા પ્રયત્નોના કારણે સારા વોટિંગનું પરિણામ મળશે. 


સવાલ: શું વોટિંગ વધારવા માટે તમે સોશિયલ મીડિયા અને મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો છે?
જવાબ: તમને જવાબ જાણીને નવાઈ લાગશે કે અમારી પાસે 5 કરોડ મતદારો છે જેમાંથી 1.57 કરોડ મતદારોના મોબાઈલ ડિટેલ્સ હતાં, તેમને  5-5 વખત વોટિંગ માટે પ્રોત્સાહિત કરવા માટે એસએમએસ મોકલવામાં આવ્યાં છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર સંપૂર્ણ કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા દ્વારા શાળા કોલેજ અને બીજી જગ્યાઓ પર મોટા પાયે લોકોને જાગરૂક કરવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 


સવાલ: તમે ફક્ત મતદાતાઓને જાગરૂક કર્યા કે પછી ચૂંટણીને ભ્રષ્ટ કરનારી પ્રક્રિયાઓને પણ રોકી છે?
જવાબ: મધ્ય પ્રદેશમાં 2013ની વિધાનસભા ચૂંટણીમાં 27 કરોડ રૂપિયાની કેશ અને બીજી સંપત્તિઓ જપ્ત કરવામાં આવી હતી. જ્યારે આ આંકડો 26 નવેમ્બરની સાંજ સુધીમાં 70 કરોડ રૂપિયા સુધી સ્પર્શી ગયો. આ ઉપરાંત જરૂર પડ્યે મંત્રી અને વિધાયક વિરુદ્ધ પણ એફઆઈઆર નોંધવામાં આવી છે. દારૂ વહેંચવામાં અને કેશ આપવાના મામલે પણ પ્રશાસને કડકાઈથી કામ લીધુ છે. અમને આશા છે કે જનતાના સહયોગથી આ વખતની ચૂંટણી એકદમ પારદર્શક રહેશે.