મધ્યપ્રદેશ: યોગીએ કહ્યું કમલનાથને અલી મુબારક, અમને બજરંગબલી જોઇએ
આદિત્યનાથે કહ્યુ, રામ રાજ્યની જેમ ભાજપ સરકાર ધર્મ અને જાતીના આધારે સરકારી યોજનાઓનાં લાભાર્થીઓ સાથે ભેદભાવ નથી કરતા
ઇંદોર : રાફેલ સોદા અંગે નરેન્દ્ર મોદી સરકારને ઘેરવાનાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ચલાવાઇ રહેલા અભિયાન વચ્ચે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગીઆદિત્યનાથે શનિવારે રાહુલ પર શાબ્દિક હુમલો કર્યો. તેમણે દેશની સુરક્ષા મુદ્દે કોંગ્રેસ પર બેવડું વલણ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, ખબર નહી પડતી કે કોંગ્રેસ અધ્યક્ષ ભારતમાં નિવેદનબાજી કરી રહ્યા છે કે પાકિસ્તાનમાં. આદિત્યનાથે મધ્યપ્રદેશના રાઉ ક્ષેત્રમાં આયોજીત ચુંટણી રેલીમાં રાફેલ સોદા તરફ ઇશારો કરતા કહ્યું કે, દેશ આજે સુરક્ષાનાં નવા કીર્તિમાન સ્થાપિત કરી રહ્યો છે અને એવી મારક ક્ષમતા વિકસિત કરી રહ્યું છે. જેમાં અમે ચીન તથા પાકિસ્તાન જેવા દુશ્મનોને તેમનાં ઘરમાં ઘુસીને જવાબ આપી શકીએ છીએ. એવામાં સૌથી વધારે પરેશાની કોંગ્રેસને થઇ રહી છે.
કમલનાથ પર સાધ્યું નિશાન
તેમણે કહ્યું કે, તમે કોંગ્રેસનાં છદ્મ રૂપને જોઇએ આશ્ચર્યચકિત થઇ જશો. રાહુલને ખબર નહી કેમ કેમ બોલી રહ્યા છે. ક્યારેક ક્યારેક તો તેમની ભાવ ભગીમાઓ જોઇને ખબર નથી પડી શકતી કે તેઓ ભારતની અંદર બોલી રહ્યા છે અથવા પાકિસ્તાનમાં બોલી રહ્યા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ એક વિવાદાસ્પદ વીડિયો મુદ્દે મધ્યપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ પર પણ નિશાન સાધ્યું, જેમાં તેઓ કથિત રીતે બોલતા સંભળાઇ રહ્યા હતા. જો ચૂંટણીમાં મુસલમાન સમાજનાં 90 ટકા મત નથી પડ્યા., તો કોંગ્રેસને ઘણુ મોટુ નુકસાન થઇ શકે છે.
તુમ્હે અલી મુબારક હોય, અમારી સાથે બજરંગ બલી જ છે
તેમણે કમલનાતનાં આ નિવેદન પર કહ્યું કે, તમને અલી મુબારક હોય, અમારી સાથે બજરંગ બલી છે. આદિત્યનાથે કહ્યું કે, અમે (ભાજપ સરકાર) મજબહ અને જાતીના આધાર પર સરકારી યોજનાઓનાં લાભાર્થીઓ સાથે ભેદભાવ નથી કરતા. રામ રાજ્ય તે જ હોય છે, જેમાં કોઇ પણ આધાર પર કોઇ પણ વ્યક્તિ સાથે ભેદભાવ ન હોય. વરિષ્ઠ ભાજપ નેતાએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસનાં કુશાસને મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડ જેવા હિન્દી ભાષી રાજ્યોને બિમારૂ બનાવી લીધા હતા.