કોંગ્રેસ બન્યો સૌથી મોટો પક્ષ, જાણો મધ્યપ્રદેશમાં કોની બનશે સરકાર
કમલનાથે પક્ષની મજબુત સ્થિતીને જોતા સરકાર બનાવવાનો દાવો કરવાની સાથે સાથે રાજ્યપાલ આનંદીબેન પાસે સમય માંગ્યો
નવી દિલ્હી : ચૂંટણી પંચ (Election Commission) દ્વારા 24 કલાક કરતા પણ વધારે સમય બાદ મધ્યપ્રદેશની ચૂંટણીનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. દેશનાં ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું હશે કે જ્યારે કોઇ રાજ્યની વિધાનસભા ચૂંટણીનાં પરિણામની ગણત્રી 24 કલાક કરતા પણ વધારે સમય સુધી ચાલી હોય. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા વિધાનસભાના પરિણામોમાં કોંગ્રેસ 115 વિધાનસભા સીટો જીતી હતી, જ્યારે ભાજપ 109 સીટો પર વિજયી થયું હતું. સપા 1, બસપા-2 અને 4 અપક્ષ ઉમેદવારો ચૂંટણી જીત્યા હતા.
રાજ્યમાં લાંબો સમય જોયા બાદ કોંગ્રેસ મજબુત સ્થિતીમાં જોવા મળી છે. સરકાર રચવાથી માત્ર 2 ડગલા દુર છે. જ્યારે ભાજપ પણ 109 સીટો પર જીત્યું છે. જેથી તે પણ તોડજોડની રાજનીતિ કરી શકે છે. રાજ્યમાં લાંબો સમય રાહ જોયા બાદ કોંગ્રેસની મજબુત સ્થિતીને જોતા કમલનાથે સરકાર બનાવવાનો દાવો કર્યો છે. તેમણે મંગળવારે મોડી રાત્રો ભોપાલમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને દાવો કર્યો કે તેમની પાર્ટી બહુમતને સરળતાથી પ્રાપ્ત કરશે. તેમણે રાજ્યપાલ આનંદીબેન પટેલને પત્ર લખીને તેમની પાસે મળવાનો સમય પણ માંગ્યો છે.
લાંબો સમય ચાલેલી રસાકસી બાદ આખરે મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ હતી. જેમાં કોણ પક્ષને સ્પષ્ટ બહુમતી તો નહોતી મળી. પરંતુ કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરીને આવ્યું હતું. ઉપરાંત સપા અને બસપાનાં 3 ધારાસભ્યો હોવાથી તેઓ કોંગ્રેસને સમર્થન આપે તેવી શક્યતાઓને જોતા કોંગ્રેસ દ્વારા બહુમતી હોવાનાં દાવા સાથે સરકાર રચવા માટેનો દાવો રજુ કરી દેવામાં આવ્યો છે.