MPમાં સત્તાનું સસ્પેંસ: BJP અને કોંગ્રેસ બંન્નેએ સરકાર બનાવવાનો દાવો માંડ્યો
કોંગ્રેસે મોડી રાત્રે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારનો દાવો રજુ કર્યો તથા રાજ્યપાલ આનંદીબેન પટેલ પાસે મળવાનો સમય માંગ્યો
નવી દિલ્હી : મધ્યપ્રદેશ વિધાનસભા 2018નાં પરિણામોનાં કારણે એક તરફ કોંગ્રેસ માટે છેલ્લા 15 વર્ષથી ચાલી રહેલ વનવાસ ખતમ થવા તરફ ઇશારો કર્યો છે ત્યારે ભાજપ માટે આ પરિણામ કોઇ રાજનીતિક હાર તરીકે ન હોઇ માત્ર એક પાઠ તરીકે છે. 230 સીટમાંથી કોંગ્રેસનાં ખાતામાં 114 સીટો આવી છે. રાજ્યમાં સત્તાધારી ભાજપને 109 સીટો મળી છે. બસપાને 2 સીટો મળી છે. સમાજવાદીને 1 તથા 4 સીટો અન્યનાં ખાતામાં ગઇ છે. મધ્યપ્રદેશનાં પરિણામો પરથી તે સપ્ષ્ટ થાય છે કે રાજ્યમાં કોઇ પણ રાજનીતિક દળને બહુમતી નથી મળી.
કોંગ્રેસ બન્યો સૌથી મોટો પક્ષ, જાણો મધ્યપ્રદેશમાં કોની બનશે સરકાર...
સુત્રો અનુસાર રાજ્યનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સવારે 10 વાગ્યે પત્રકાર પરિષદનું આયોજન કરી શકે છે. અગાઉ ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહે કહ્યું કે, અમે બુધવારે રાજ્યપાલ સાતે મુલાકાત કરીશું. રાકેશ સિંહે કહ્યું કે, રાજ્યમાં કોંગ્રેસને જનાદેશ નથી મળ્યો. રાકેશ સિંહે દાવો કર્યો કે રાજ્યનાં અનેક અપક્ષ ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. બીજી તરફ રાજ્યમાં 2 સીટો જીતનારી બસપાના અધ્યક્ષ માયાવતી પણ સવારે 10.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવાનાં છે.
બીજી તરફ 114 સીટો જીતનારી કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ કમલનાથે રાજ્યપાલને પત્ર લખીને પોતાની સરકાર બનાવવાનો દાવો કર્યો છે. સાથે જ તેમણે મંગળવારે મોડી રાત્રે રાજ્યપાલ પાસે મળવાનો સમય માંગ્યો હતો. કમલનાથે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની હોવાનો અપક્ષ ધારાસભ્યો પાસે સમર્થનની વાત કરતા પ્રદેશમાં સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો છે.
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં આ કારણથી થયું મોડુ, કારણ જાણીને ચોક્કસ ચોંકી ઉઠશો...
પોતાના પત્રમાં કમલનાથે લખ્યું કે, કોંગ્રેસ પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરીને આવી છે. ઉપરાંત કોંગ્રેસને તમામ અપક્ષ ઉમેદવારોનું સમર્થન પણ પ્રાપ્ત છે. આ સાથે જ કમલનાથે પરિણામની અધિકારીક જાહેરાત સાથે જ વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ સાથે રાજ્યપાલ પાસે મળવાનો સમય માંગ્યો છે. સાથે જ પ્રદેશમાં સરકાર બનાવવા માટેની પરવાનગી પણ માંગી છે.