નવી દિલ્હી: પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં સૌથી વધુ રોમાંચ મધ્ય પ્રદેશમાં જોવા મળી રહ્યો છે. બપોરે 1.30 વાગ્યા સુધીમાં પણ કોંગ્રેસ અને ભાજપની લીડનો આંકડો આગળ પાછળ રહેલો જોવા મળ્યો. ઓછામાં ઓછુ ત્રણવાર ભાજપ અને એટલી જ વાર કોંગ્રેસ બહુમતના આંકડા સુધી પહોંચીને નીચે ઉતરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજ રીતે પ્રતિષ્ઠાવાળી બેઠકો ઉપર પણ લીડ આગળ પાછળ થતી જોવા મળી રહી છે. અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ મધ્ય પ્રદેસમાં મધ્ય ભાગ અને વિધ્ય ક્ષેત્રમાં ભાજપને લીડ મળી છે જ્યારે બાકીના વિસ્તારોમાં કોંગ્રેસ ભારે છે. બુંદેલખંડ વિસ્તારમાં કાંટાના મુકાબલામાં ભાજપનું પલડું ભારે છે. 


LIVE વિધાનસભા ચૂંટણી પરિણામ 2018 : Assembly Election Results 2018


આ પરિણામોને જોઈને હજુ એક દિવસ પહેલા જ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનું જે નિવેદન આવ્યું હતું તે યાદ આવે છે. તેમણે કહ્યું હતું કે ચૂંટણી સર્વે કરનારા તેમનાથી મોટા નથી. બીજી બાજુ દિગ્વિજય સિંહની વાત યાદ આવે છે કે કોંગ્રેસને ઓછામાં ઓછી 126 બેઠકો મળશે. હાલની સ્થિતિમાં કમલનાથનું 140 બેઠકોવાળું નિવેદન અતિશયોક્તિવાળું દેખાઈ રહ્યું છે. 


ચૂંટણી પંચની વેબસાઈટ પર બંને પક્ષોના વોટ પર્સેન્ટ અને બેઠકો એકબીજાના ખભા રગડતી જોવા મળી રહી છે. આ ચૂંટણી એટલી રસપ્રદ બની રહી છે કે ભાજપના દિગ્ગજ નેતા અને મહાસચિવ કૈલાશ વિજયવર્ગિય સુદ્ધા પણ ગોથું ખાઈ ગયાં. તેઓ એક ચેનલ પર બેઠા હતાં ત્યારે તેમના પુત્ર આકાશ વિજયવર્ગીય ઈન્દોર 3થી પાછળ ચાલતા હતાં જ્યાં તેમણે એક રીતે પાર્ટીના પ્રદર્શનને નબળું માની લીધુ. પરંતુ બીજી ચેનલ પર પાર્ટીની સીટ વધતા તેમણે  કહ્યું કે શિવરાજ સિંહ ચૌહાણે સારું કામ કર્યું છે. 


ચૂંટણી પરિણામ: મધુ કિશ્વરે કોંગ્રેસની જીત પર આપ્યું મોટું નિવેદન, કહ્યું- 'આ પાકિસ્તાનની જીત'


જો કે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કોંગ્રેસ તરફથી કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા બંનેએ પોત પોતાની રીતે ચૂપ્પી સાધી છે. મતગણતરી જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ આ ચૂંટણીના પરિણામોમાં કોઈ પણ અટકળ કરી નાખવી બાળકબુદ્ધિ સાબિત થશે. આ ચૂંટણી હવે એક ટી 20 મેચ જેવી બની ગઈ છે. જેમાં દરેક ઓવર અને બોલની સાથે સાથે વિકેટ અને રન રેટના સમીકરણ પણ બદલતા રહે છે. 


ચૂંટણીના પરિણામોથી BJPમાં સન્નાટો, ઉમર અબ્દુલ્લાએ કહ્યું-'લાંબા સમય બાદ મજા આવે છે' 


બહુજન સમાજ પાર્ટી એકવાર ફરીથી ચૂંટણીમાં છૂપી રુસ્તમ બનીને ઊભરી છે. અહેવાલ લખાયો ત્યાં સુધીમાં તે પાંચ સીટ પર લીડમાં હતી. એક સીટ પર સપા આગળ છે. ગોંગાપા  પણ બે સીટો પર આગળ છે. આવામાં જ્યાં સુધી મધ્ય પ્રદેશની છેલ્લી સીટનું પરિણામ નહીં આવે ત્યાં સુધી કઈ પણ  કહવું યોગ્ય નહીં રહે. 


ક્રિકેટ કોમેન્ટેટરની ભાષામાં કહીએ તો આ ચૂંટણી એટલી રોમાંચક બની ગઈ છે કે હવે નબળા મનના લોકો માટે જાણી રહી જ નથી. જો બંને પાર્ટીઓ વચ્ચે ટાઈ થઈ ગઈ  તો સુપર ઓવર બીએસપીનો હાથી જ કરશે. જોતા રહો કે આ ચૂંટણીનું પરિણામ ક્યાં જઈને અટકે છે.