ભોપાલઃ મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે 230 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં 77.15 ટકા મતદાન થયું હતું, જે 2018ની સરખામણીમાં 1.52 ટકા વધુ હતું. મધ્યપ્રદેશમાં સત્તાનું ઊંટ કઈ બાજુ કરવટ લેશે તેનો સૌથી સચોટ અંદાજ એક્ઝિટ પોલ પરથી મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્યપ્રદેશનો એક્ઝિટ પોલ


 


ચેનલ-એજન્સી ભાજપ કોંગ્રેસ અન્ય
ન્યૂઝ18-MATRIZE 116 111 3
એબીપી-સી વોટર 0 0 0
TV9 પોલસ્ટાર 106-116 111-121 0-6
ઈન્ડિયા ટીવી સીએનએક્સ 0 0 0
ટાઇમ્સ નાઉ નવભારત 0 0 0
ન્યૂઝ 24- ટુડે ચાણક્ય 0 0 0
ઈન્ડિયા ટુડે- માય એક્સિસ 0 0 0
રિપબ્લિક-જનકી બાત 118-130 97-107 0-2

તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં કુલ પુરૂષ મતદારોમાંથી 78.21 ટકાએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જ્યારે કુલ પાત્ર મહિલાઓમાંથી 76.03 ટકા મહિલાઓએ મતદાન કર્યું હતું. માહિતી અનુસાર, રતલામ જિલ્લાની સાયલાના વિધાનસભા બેઠક પર સૌથી વધુ 90.10 ટકા મતદાન થયું હતું, જ્યારે રાજ્યના પશ્ચિમ વિસ્તારમાં અલીરાજપુર જિલ્લાની જોબત બેઠક પર સૌથી ઓછું 54.37 ટકા મતદાન થયું હતું.
 
જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના વફાદાર ધારાસભ્યોના બળવાને પગલે માર્ચ 2020માં કમલનાથની આગેવાની હેઠળની સરકાર પડી ગઈ હતી અને શિવરાજ સિંહ ચૌહાણની આગેવાનીવાળી ભાજપ સરકારની વાપસીની ખાતરી આપી હતી.


2018માં કોને કેટલા ટકા મત મળ્યા?
2018માં ભાજપને 41.02 ટકા, કોંગ્રેસને 40.89 ટકા અને બહુજન સમાજ પાર્ટી (BSP) અને અન્ય પક્ષોને 10.83 ટકા વોટ મળ્યા હતા. કોંગ્રેસ કરતાં વધુ વોટ શેર હોવા છતાં, ભાજપે 2018માં 109 બેઠકો જીતી હતી. જ્યારે સૌથી જૂની પાર્ટીને 114 બેઠકો મળી હતી. જ્યારે બસપાને 2, સમાજવાદી પાર્ટીને 1 અને અપક્ષોને 4 બેઠકો મળી હતી. ત્યારબાદ કોંગ્રેસે બસપા, સપા અને અપક્ષોની મદદથી કમલનાથના નેતૃત્વમાં સરકાર બનાવી.
 
મધ્યપ્રદેશમાં કેટલી બેઠકો પર મતદાન થયું?
મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે 230 બેઠકો પર મતદાન થયું હતું. ચૂંટણી પંચના ડેટા અનુસાર, 77.15 ટકા મતદાન થયું હતું, જે 2018ની સરખામણીમાં 1.52 ટકા વધુ હતું. રાજ્યમાં છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી વધી રહી છે. આ આંકડો 2003માં 67.25 ટકા, 2008માં 69.78 ટકા, 2013માં 72.13 ટકા અને 2018માં 75.63 ટકા હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube