લગ્નના વર્ષો બાદ પણ પ્રેમીને ભૂલી ન શકી પત્ની, એટલા માટે તલાક માટે તૈયાર થઇ ગયો પતિ
મધ્ય પ્રદેશની ભોપાલ (Bhopal)માં એક આશ્વર્યચકિત કરી દેનાર કેસ સામે આવ્યો છે. એક સોફ્ટવેર એન્જીનિયર (Software Engineer)એ પોતાની પત્નીને ફક્ત એટલા માટે તલાક આપવાનો નિર્ણય કરી લીધો છે, જેથી તેમની પત્ની પોતાના પ્રથમ પ્રેમી સાથે ખુશમય જિંદગી જીવે. આ કહાની રાજધાનીના કોલાર ક્ષેત્રમાં રહેનાર દંપત્તિ રાજેશ અને કલ્પના (કાલ્પનિક નામ)ની છે.
ભોપાલ: મધ્ય પ્રદેશની ભોપાલ (Bhopal)માં એક આશ્વર્યચકિત કરી દેનાર કેસ સામે આવ્યો છે. એક સોફ્ટવેર એન્જીનિયર (Software Engineer)એ પોતાની પત્નીને ફક્ત એટલા માટે તલાક આપવાનો નિર્ણય કરી લીધો છે, જેથી તેમની પત્ની પોતાના પ્રથમ પ્રેમી સાથે ખુશમય જિંદગી જીવે. આ કહાની રાજધાનીના કોલાર ક્ષેત્રમાં રહેનાર દંપત્તિ રાજેશ અને કલ્પના (કાલ્પનિક નામ)ની છે. પત્ની કલ્પના ફેશન ડિઝાઇનાર અને પતિ રાજેશ સોફ્ટવેર એંજિનિયર છે. બંનેના સાત વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને તેમને બે બાળકો પણ છે. પતિ અને પત્ની વચ્ચે અચાનક જ મહિલાના પૂર્વ પ્રેમી આવતાં પતિ-પત્ની વચ્ચે અંતર વધી ગયું. મહિલા પોતાના પ્રેમી માટે ઘર છોડવા માટે તૈયાર છે. આ કેસ ફેમિલી કોર્ટમાં ચાલી રહ્યો છે.
તમને જણાવી દઇએ કે કલ્પનાના લગ્ન પહેલાં એક યુવક સાથે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. લગ્ન બાદ પણ કલ્પનાના પ્રેમી સાથે સંબંધ રહ્યો હતો. પ્રેમી બીજી જ્ઞાતિનો હતો, જોકે કલ્પનાના પિતા આંતરજાતિય વિવાહ માટે તૈયાર ન થયા અને તેની ઇચ્છાની વિપરિત લગ્ન કરી લીધા. દીવાના પ્રેમીએ હજુ સુધી લગ્ન ન કર્યા. પતિ-પત્નીના વચ્ચે અંતર ઓછું થાય તેના માટે બંનેનું કાઉન્સિલિંગ કરાવવામાં આવ્યું પરંતુ સફળતા ન મળી. પતિ રાજેશે કાઉન્સલરને જણાવ્યું કે કલ્પના તમામ પ્રયત્નો બાદ પણ તેની સાથે ખુશ નથી.
તે પ્રેમીને વધુ ઇચ્છે છે, તેને ભૂલી ન શકી. તો બીજી કલ્પનાને કાઉન્સિલિંગ દરમિયાન સ્વિકાર્યું કે પોતાના પહેલા પ્રેમને ભુલી ન શક્યો. તે પ્રેમી સાથે જ રહેવા માંગે છે. રાજેશ જો બાળકોને નહી રાખે તો તેમને પોતાની સાથે રાખશે. ફેમિલી કોર્ટમાં રાજેશે પોતાની પત્ની કલ્પનાની લગ્ન તેના પ્રેમી સાથે કરાવવાની વાત કહી, સાથે જ તલાકની અરજી પણ આપી છે.
કાઉન્સિલ શૈલ અવસ્થી પણ આ પ્રેમકથા સાંભળીને આશ્વર્યચકિત રહી ગયા. તેમનું કહેવું છે કે આ પહેલો એવો કેસ છે, જેમાં એક પતિ ફક્ત એટલા માટે તલાક આપવા તૈયાર છે, જેથી તેની પત્ની પોતાના પ્રેમી સાથે રહી શકે. પતિ બાળકોનું પાલન-પોષણ કરવા માટે તૈયાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube