ઇંદોર : મધ્યપ્રદેશ સરકાર દ્વારા પાંચ સાધુ સંન્યાસીઓને રાજ્યમંત્રીનો દરજ્જો આફવાનાં મુદ્દે હાઇકોર્ટની ઇંદોર ખંડપીઠે સોમવારે સરકારને નોટિસ ફટકારી હતી. હાઇકોર્ટે નોટિસ ઇશ્યું કરીને પુછ્યું કે સંતોને કયા આધારે રાજ્યમંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ સરકાર દ્વારા સંતોનો રાજ્યમંત્રીનો દરજ્જો આપ્યા બાદ રામબહાદુર વર્માએ આ નિર્ણયની વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. સાથે જ આ નિર્ણયની સંવૈધાનિક યોગ્યતા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પ્રદેશ સરકારે કેટલાક દિવસો પહેલા કોમ્પ્યુટર બાબા, ભય્યૂજી મહારાજ સહિત પાંચ સંતોને રાજ્યમંત્રી બનાવ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપમાં ઉઠ્યા વિરોધનાં સુર
મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ પગલા પર વિપક્ષ હિત તેમની જ પાર્ટીમાં તેમની વિરુદ્ધ વિરોધનાં સુર ફુટવા લાગ્યા છે. પાર્ટીનાં કેટલાક લોકોનું કહેવું છે કે મુખ્યમંત્રીએ 5 લોકોનું સમર્થન મેળવવા બાદ 500 લોકોને પાર્ટીથી દુર કરી દીધા હતા. તેનાંથી પાર્ટીને નુકસાન જ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, શિવરાજ ચૌહાણે ગત્ત ત્રણ એપ્રીલે રાજ્યમાં ખાસકરીને નર્મદા નદીનાં કિનારાના વિસ્તાર વૃક્ષારોપણ, જળ સંરક્ષણ અને સ્વચ્છતા માટે જાગૃતતા ફેલાવવા માટે એક વિશેષ સમિતીની રચના કરી હતી. આ સમિતીમાં પાંચ સાધુ - સન્યાસીઓ નર્મદાનંદ મહારાજ, કમ્પ્યુટર બાબા, હરિહરાનંદ મહારાજ, ભૈય્યુજી મહારાજ અને યોગેન્દ્ર મહંતનું નામ અપાયું હતું. આ સમિતીનાં સભ્યોને રાજ્યમંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શિવરાજે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, અમે ઇચ્છીએ છીએ કે સમાજનો દરેક ર્ગ વિકાસ અને લોકોનાં માટે કલ્યાણ માટે કામ કરે. આ જ કારણ છે કે, અમે સમાજનાં પ્રત્યેક વર્ગને એક સાથે લાવવાનાં પ્રયાસ કર્યા છે. 


રાહુલ ગાંધીએ પણ વ્યંગ કર્યો હતો
ઉલ્લેખનીય છે કે, રાજ્યમંત્રીનો દરજ્જો મળતા પહેલા આ સાધુ પ્રદેશ સરકારની વિરુદ્ધ નર્મદા રથ ગોટાળા યાત્રા કાઢવાનાં હતા, પરંતુ ત્યાર બાદ સમિતીની રચના થવા છતા યાત્રાને રદ્દ કરી દેવામાં આવી. યાત્રા રદ્દ કરવા અંગે કોમ્પ્યુટર બાબાએ કહ્યું હતું કે, અમે લોકોને આ યાત્રા નિરસ્ત કરી દીધી છે, કારણ કે સરકારે નર્મદા નદીનાં સંરક્ષણ માટે સાધુ - સંતોની સમિતી બનાવવા માટેની અમારી માંગણીઓ પુરી કરી દીધી છે. હવે યાત્રા શા માટે કાઢીશું. બીજી તરફ આ કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફિલ્મી અંદાજ વ્યંગ કરતા ટ્વીટ કર્યું હતું કે, બાબા કહેતે થે બડા કામ કરૂગા, નર્મદા ગોટાળા કો નાકામ કરૂગાં, મગર યહ તો મામા હી જાને, અબ ઇનકી મંઝીલ હે કહા, મધ્ય પ્રદેશ કયામત સે કયામત તક.