નવી દિલ્હીઃ દેશભરમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે અને મધ્યપ્રદેશમાં રાજકીય સંકટ ઊભુ થયું છે. રાજ્યના કદ્દાવાર અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક માનવામાં આવી રહેલા 17 કોંગ્રેસ ધારાસભ્ય ચાર્ટર પ્લેનથી બેંગલુરૂ પહોંચ્યા જેમાં કમલનાથ સરકારના 6 મંત્રી પણ સામેલ છે. આ તમામ ઘટનાક્રમ બાદ સરકાર પર સંકટના વાદળો છવાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેઠક-મુલાકાતનો દોર જારી
એક તરફ જ્યાં મધ્ય પ્રદેશમાં રાજકીય સંકટ ચરમ પર પહોંચી ગયું છે તો બીજીતરફ જ્યોતિરાદિત્ય સિંધિયા દિલ્હી આવી ગયા છે. પાછલા થોડા દિવસોમાં મધ્ય પ્રદેશમાં રાજકીય ઘટનાક્રમમાં ઝડપથી ફેરફાર થયા છે. પીટીઆઈ પ્રમાણે મુખ્યપ્રધાન કમલનાથ પોતાનો દિલ્હી પ્રવાસ વચ્ચે પૂરો કરી ભોપાલ પરત ફરી ગયા છે અને ઈમરજન્સી બેઠક કરી રહ્યાં છે. 


26 માર્ચે યોજાનારી રાજ્યસભા ચૂંટણી પહેલા ધારાસભ્યોના બળવાખોર વલણથી રાજ્યની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. મધ્ય પ્રદેશની કમલનાથ સરકાર સામાન્ય બહુમતના આધાર પર ટકેલી છે. તેવામાં સરકારના અસ્તિત્વ પર હવે સવાલ ઉઠી રહ્યાં છે. સૂત્રો પ્રમાણે પ્રાપ્ત જાણકારી પ્રમાણે કોંગ્રેસ નેતૃત્વ જ્યોતિરાદિત્ય સિંધિયાને મનાવવામાં લાગી ગયું છે, અને તેમને મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાની ઓફર આપી શકાય છે. 


સંકટમાં MP સરકાર, 6 મંત્રી સહિત 16 MLA પહોંચ્યા બેંગલુરૂ, CM કમલનાથે બોલાવી ઇમરજન્સી બેઠક   


શું છે વિધાનસભાની સ્થિતિ
મધ્યપ્રદેશમાં 230 વિધાનસભા સીટો છે અને વર્તમાનમાં બે ધારાસભ્યોના નિધનને કારણે વિધાનસભામાં 228 ધારાસભ્યો છે. કોંગ્રેસની પાસે 114 ધારાસભ્યો છે. જ્યારે તેના 2 બીએસ (એક પાર્ટીમાંથી સસ્પેન્ડ) અને એક સમાજવાદી પાર્ટી ધારાસભ્ય સિવાય 4 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પણ સામેલ છે. તેવામાં કમલનાથ સરકારની પાસે 121 ધારાસભ્યોનું સમર્થન છે. 


બીજીતરફ ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ની પાસે 107 ધારાસભ્યો છે. 230 સભ્યોવાળી વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે 116 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. 


શાહીન બાગમાં ભોજન અને પૈસા ઉપલબ્ધ કરાવવો હતો PFIનો સભ્ય દાનિશ, થયો મોટો ખુલાસો   


કોંગ્રેસના ગ્રુપમાં શરૂ થયેલી હલચલને જોતા રાજ્યની ભાજપ સક્રિય થઈ ગઈ છે. કાલે મંગળવારે હોળીનો તહેવાર હોવા છતાં ભાજપે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. ભોપાલમાં મંગળવારે સાંજે 7 કલાકે ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે. 


ઓછામાં ઓછા 9 ધારાસભ્યો જોઈએ
કમલનાથ સરકારના અલ્પમત હોવા અને નવી સરકાર બનાવવા માટે ભાજપે ઓછામાં ઓછા 9 ધારાસભ્યોની જરૂર પડશે ત્યારે આ આંકડો 116 સુધી પહોંચશે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...