મધ્ય પ્રદેશમાં ટ્રેનની જનરલ બોગીમાં મુસાફરી કરતા કરતા એક વ્યક્તિનું ઠંડી લાગવાના કારણે મોત થઈ ગયું. ચોંકાવનારી વાત એ હતી કે ટ્રેનમાં હાજર અન્ય મુસાફરોને ક્યાંય સુધી તો આ વાતની ખબર સુદ્ધા ન પડી. આ મામલો કામાયની એક્સપ્રેસ ટ્રેનનો છે. જેમાં સિંગલ વિન્ડો સીટ પર એક યુવક મુસાફરી કરી રહ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બૈતુલનો આ યુવક જનરલ બોગીની સિંગલ વિન્ડોવાળી સીટ પર બેઠો હતો. આ દરમિયાન ઠંડી લાગવાના કારણે યુવકનું સીટ પર બેઠા બેઠા જ મોત થઈ ગયું. યુવકની આજુબાજુ બેઠેલા લોકોને તેની ખબર સુદ્ધા ન પડી. લોકોને લાગ્યું કે તે સીટ પર બેઠો બેઠો સૂતો છે. આ દરમિયાન ટ્રેને 303 કિમી ની મુસાફરી પણ કરી લીધી પણ યુવકનો મૃતદેહ ત્યાં એમનો એમ જ પડ્યો રહ્યો. જ્યારે ટ્રેન ઈટારસીથી દમોહ પહોંચી ત્યારે કેટલાક લોકોને શંકા ગઈ. કારણ કે યુવકના શરીરમાં કોઈ હલનચલન નહતી પરંતુ કાનમાં ઈયર ફોન લાગેલા હતા. 


ઘણા સમય  બાદ જ્યારે બોગીમાં રહેલા મુસાફરોને યુવકના મોત વિશે ખબર પડી તો તેમણે  રેલવેના કંટ્રોલ રૂમમાં ફોન કરીને તેની સૂચના  આપી. ત્યારબાદ સોમવારે સવારે 9 વાગે ટ્રેન દમોહ સ્ટેશને પહોંચ્યા બાદ યુવકના મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો. યુવક પાસેથી મળેલી ટિકિટ મુજબ તે બૈતુલ સુધી જવાનો હતો. તેણે ઈટારસીથી બૈતુલ માટે  ટ્રેન પકડી હતી. પરંતુ ઘરે પહોંચે તે પહેલા ટ્રેનમાં મુસાફરી દરમિયાન તેનું મોત થઈ ગયું. ડોક્ટરોએ તપાસ કર્યા બાદ જણાવ્યું કે ઠંડીના કારણે એટેક આવવાથી મોત થયું છે. 


ત્યારબાદ જીઆરપીએ તેની પાસે મળેલા મોબાઈલ નંબર ફોન પર કરીને પરિજનોને મોતની જાણકારી આપી અને પછી ઘરના લોકો સાંજ સુધીમાં દમોહ પહોંચ્યા અને મૃતદેહ પોતાની સાથે લઈ ગયા. પરિજનોએ જણાવ્યું કે યુવક એસી કંપનીમાં કામ કરતો હતો અને તે મામલે છનેરા ગયો હતો. ટ્રેનમાં મુસાફરી દરમિયાન યુવકે પરિજનો સાથે ફોન પર વાત પણ કરી હતી. અચાનક યુવકના મોતથી પરિવાર પર જાણે દુખોનો પહાડ  તૂટી પડ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube