Madhya Pradesh: સાસુ-વહુના ઝઘડાથી પરેશાન હતા લોકો, આ સમસ્યાનો એવો જબરસ્ત તોડ શોધ્યો...હવે બસ શાંતિ જ શાંતિ
આ ગામના સરપંચનું કહેવું છે કે ગામની વસ્તી 3200 છે. ગામમાં છાશવારે સાસુ અને સસરા તથા વહુઓ વચ્ચે લડાઈના સમાચાર આવતા રહેતા હતા. જેનાથી અનેક ઘરોમાં સમસ્યા પેદા થઈ હતી.
ભોપાલ: વડીલોની સેવા કરવાથી મેવા મળશે. આ કહેવાત મધ્ય પ્રદેશના સીધી જિલ્લામાં સાચી ઠરતી જોવા મળી રહી છે. અહીં સાસુ સસરાની સેવા કરનારી વહુઓને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવે છે. આં અગે પનવાર ચૌહાનન ગામમાં ગ્રામીણોએ ગ્રામસભાની બેઠક યોજી હતી. જેમાં સર્વસંમતિથી એવો નિર્ણય લેવાયો કે સાસુ અને સસરાની સેવા કરનારી વહુને ઈનામ આપવામાં આવશે. આ માટે એક નિગરાણી સમિતિ બનાવવામાં આવી છે. જે આવી સાસુ સસરાની સેવા કરતી સેવાભાવી વહુઓની પસંદગી કરે છે.
ગામની વસ્તી 3200
આ ગામના સરપંચનું કહેવું છે કે ગામની વસ્તી 3200 છે. ગામમાં છાશવારે સાસુ અને સસરા તથા વહુઓ વચ્ચે લડાઈના સમાચાર આવતા રહેતા હતા. જેનાથી અનેક ઘરોમાં સમસ્યા પેદા થઈ હતી. પરિવારના પરસ્પર સંબંધો ખરાબ થઈ રહ્યા હતા. જેને જોઈને આ પહેલની શરૂઆત કરવામાં આવી.
રશિયાએ ભારતને આપી જબરદસ્ત મોટી ઓફર! સરકાર જો આ પ્રસ્તાવ સ્વીકારે તો થશે ખુબ ફાયદો
તેમનું કહેવું છે કે આ પહેલ બાદ લગભગ બે મહિનાથી ઘરોમાં લડાઈ ઝઘડા થતા નથી. દરેક મહિલા ઈચ્છે છે કે આ પુરસ્કર તેને જ મળે. આવામાં તેઓ સાસુ અને સસરાનો ખુબ ખ્યાલ રાખે છે. તેમની સેવા કરે છે. આ પ્રકારનું પહેલું ઈનામ મેળવનાર વહુ 35 વર્ષની રાજકુમારી યાદવ હતી. જેને ગ્રામ પંચાયત દ્વારા ઈનામ આપીને સન્માનિત કરવામાં આવી.
List Of India's Most Powerful People: આ છે ભારતના 100 સૌથી શક્તિશાળી લોકોની યાદી, ટોપ પર છે PM મોદી
રાજકુમારી યાદવના પતિ રાજ બહાદૂર યાદવ કામ માટે મોટાભાગે બહાર રહે છે. ડિસેમ્બર 2021માં રાજકુમારી યાદવના 67 વર્ષના સસરા શિવનાથ યાદવને હાર્ટ એટેક આવ્યો. આ જોઈને પહેલા તો રાજકુમારી ગભરાઈ ગઈ પરંતુ તેણે જલદી પોતાની જાતને સંભાળી. ત્યારબાદ ઘરમાં પહેલા પંપિંગ કર્યું અને પછી પ્રાથમિક સારવાર આપી. તે સસરાને એકલે હાથે લઈને જબલપુરની એક પ્રાઈવેટ હોસ્પિટલ પહોંચી. આખરે રાજકુમારીની હિંમતથી તેના સસરાનો જીવ બચ્યો અને તે તેમને સાજા કરીને ઘરે પાછા લાવી. રાજકુમારીના દિવસની શરૂઆત સાસુ અને સસરાના આશીર્વાદથી થાય છે. ત્યારબાદ તેમના માટે ચા નાશ્તા અને ભોજનની વ્યવસ્થા કરે છે. આ જોતા એવું લાગે છે કે આ એક સારી પહેલ છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube