Madhya Pradesh: ખરગોનથી ઈન્દોર જઈ રહેલી બસ બેકાબૂ બની પુલ પરથી નીચે ખાબકી, 15 મુસાફરોના મોત, 25 ઘાયલ
Khargone MP Bus Accident: મધ્ય પ્રદેશના ખરગોનથી ઈન્દોર જઈ રહેલી એક મુસાફર બસ પુલથી નીચે ખાબકી. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ આ ગોઝારા અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે જ્યારે 25 જેટલા લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત ઉન પોલીસ મથક હદના ગ્રામ દસંગા પુલ પર થયો.
Madhya Pradesh Accident News: મધ્ય પ્રદેશના ખરગોનથી ઈન્દોર જઈ રહેલી એક મુસાફર બસ પુલથી નીચે ખાબકી. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ આ ગોઝારા અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે જ્યારે 25 જેટલા લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત ઉન પોલીસ મથક હદના ગ્રામ દસંગા પુલ પર થયો. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવી રહ્યા છે. આ અકસ્માત સવારે લગભગ 9.30 વાગે થયો.
આ અકસ્માત સવારે લગભગ 9.30 વાગે થયો. એવું કહેવામાં આવી રહ્યું છે કે બેકાબૂ બનેલી બસ પુલ પરથી નીચે જઈ ખાબકી. બસ પુલ પરથી નીચે પડ્યા બાદ મોટો અવાજ સાંભળીને આજુબાજુના સ્થાનિકો ઘટનાસ્થળે દોડ્યા. સ્થાનિકોએ બસમાં ફસાયેલા મુસાફરોને કાઢવાનું શરૂ કર્યું અને અકસ્માત અંગે પોલીસને જાણ કરી. સૂચના મળતા જ એસપી, કલેક્ટર અને ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
ખરગોનના SP ધર્મવીર સિંહે કહ્યું કે બસ પુલ પરથી નીચે પડતા 15 લોકોના મોત થયા છે. જ્યારે 25 લોકો ઘાયલ થયા છે. બચાવ કાર્ય હજુ ચાલુ છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube