ભોપાલઃ મધ્યપ્રદેશના પન્ના જિલ્લાની પવઈ વિધાનસભા સીટ ખાલી થઈ ગઈ છે. કોર્ટના એક ચૂકાદા પછી મધ્યપ્રદેશ વિધાનસભા સચિવાલે પવઈ સીટ ખાલી થવાની જાહેરાત કરી છે. સચિવાલયમાંથી મળેલી માહિતી અનુસાર ભાજપના ધારાસભ્ય પ્રહલાદ લોધીનું વિધાનસભા સભ્યપદ શૂન્ય જાહેર કરાયું છે. જેના કારણે ભાજપને રાજ્યમાં મોટો ફટકો પડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પન્નાની પવઈ વિધાનસભા સીટ પરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય પહલાદ લોધી સહિત 12 લોકોને ભોપાલની એક વિશેષ અદાલતે બે વર્ષની જેલની સજા સંભળાવી છે. અદાલતે દરેકને રૂ.3,500નો દંડ પણ ફટકાર્યો છે. જોકે, સજા મળ્યા પછી ભાજપના ધારાસભ્યને જામીન પણ મળી ગયા છે. પ્રહલાદ લોધી પર આરોપ છે કે, તેમણે રેતી ખનન સામે કાર્યવાહી કરી રહેલા તલાટી સાથે મારપીટ કરી હતી અને અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો. 


2014માં પન્ના જિલ્લાના રેપુરા તાલુકામાં નોનીલાલ લોધી ગેરકાયદે રેતી ખનનમાં પકડાયો હતો. ગેરકાયદે રેતી ખનન અટકાવવા માટે તલાટી ત્યાં પહોંચ્યા હતા. આ દરમિયાન ભાજપના ધારાસભ્ય પ્રહલાદ લોધી પણ પોતાના સમર્થકો સાથે ત્યાં પહોંચી ગયા હતા. અહીં સરકારી કાર્યવાહીનો વિરોધ કરતાં પ્રહલાદ લોધી અને તેમના સમર્થકોએ તલાટી સાથે મારપીટ કરી હતી અને અભદ્ર વ્યવહાર કર્યો હતો. 


તલાટીની ફરિયાદના આધારે પોલીસે ભાજપના ધારાસભ્ય સહિત 12 લોકો સામે કેસ દાખળ કર્યો હતો. જેના અનુસંધાને કોર્ટે ભાજપના ધારાસભ્ય સહિત તમામ લોકોને 2 વર્ષની જેલની સજા ફટકારી છે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....