PM Modi Bhopal Visit: જય જોહર મધ્ય પ્રદેશથી પીએમ મોદીએ કર્યું આદિવાસીઓનું સ્વાગત, કહ્યું `આ આપણા અસલ ડાયમંડ`
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમર શહીદ બિરસા મુંડાની જયંતી પર જનજાતીય ગૌરવ દિવસ સમારોહમાં સામેલ થવા માટે ભોપાલ પહોંચ્યા. અહીં આદિવાસી કલાકારોએ પરંપરાગત નૃત્ય સાથે તેમનું સ્વાગત કર્યું. તેમણે ભાજપના વયોવૃદ્ધ નેતા લક્ષ્મીનારાયણ ગુપ્તાનું સન્માન પણ કર્યું.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અમર શહીદ બિરસા મુંડાની જયંતી પર જનજાતીય ગૌરવ દિવસ સમારોહમાં સામેલ થવા માટે ભોપાલ પહોંચ્યા. અહીં આદિવાસી કલાકારોએ પરંપરાગત નૃત્ય સાથે તેમનું સ્વાગત કર્યું. તેમણે ભાજપના વયોવૃદ્ધ નેતા લક્ષ્મીનારાયણ ગુપ્તાનું સન્માન પણ કર્યું. ગુપ્તા હિન્દુ મહાસભાથી મધ્ય પ્રદેશની પહેલી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ભોપાલના જંબુરી મેદાનમાં મંચ પર પીએમ મોદીને ઝાબુઆથી લાવવામાં આવેલું આદિવાસીઓનું પરંપરાગત જેકેટ અને ડિંડોરીથી લાવવામાં આવેલો આદિવાસી સાફો પણ પહેરાવવામાં આવ્યો. પીએમ મોદીએ ત્યારબાદ મંચથી સંબોધન કર્યું. જંબુરી મેદાન કાર્યક્રમ બાદ પીએમ મોદીનો કાફલો હેલીપેડ તરફ રવાના થયો. હેલીકોપ્ટરથી પીએમ મોદી બીયુ કેમ્પસ સ્થિત હેલીપેડ પહોંચશે. અહીંથી મોદી રોડ દ્વારા હોશંગાબાદ થઈને રાણી કમલાપતિ રેલવે સ્ટેશન પહોંચશે. પીએમ મોદીના સ્વાગત માટે અડધા કિલોમીટરમાં 30 મંચ બનાવવામાં આવ્યા.
આદિવાસી જ આપણા ડાયમંડ અને અસલ હીરો છે
આદિવાસી આપણા ડાયમંડ અને અસલ હીરો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશના જનજાતીય ક્ષેત્ર, સંસાધનોના રૂપમાં, સંપદા મામલે હંમેશા સમૃદ્ધ રહ્યું છે. પરંતુ પહેલાની જે સરકારો રહી તેઓ આ ક્ષેત્રમાં દોહનની નીતિ પર ચાલ્યા. અમે આ ક્ષેત્રોના સામરથ્યના યોગ્ય ઉપયોગની નીતિ પર ચાલી રહ્યા છીએ. હાલમાં પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા. જનજાતીય સમાજથી આવતા સાથી જ્યારે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા તો દુનિયા ચોંકી ગઈ. આદિવાસી અને ગ્રામીણ સમાજમાં કામ કરનારા આ લોકો દેશના અસલ હીરો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube